________________
આગમત
નથી, થતું નથી, થવાનું નથી આત્મસ્વરૂપ ધર્મ, સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્રમય ધર્મ અપ્રતિહત છે. અભવ્યને પણ આત્મસ્વરૂપ ધર્મ તે રહેજ. કેવળજ્ઞાન, કેવળદર્શન તે અભવ્યને પણ ખરાં ! કેમકે જીવને સ્વભાવજ એ છે–અભવ્યને કેવળ જ્ઞાનાવરણીય, કેવળ દર્શન નાવરણીય કર્મ ખરાં કે નહિ? ખરાં તે પછી કેવળજ્ઞાન, કેવળદર્શન વિના આવરે કેને?
દુનિયાના આઘાતે. વિચાર ધર્મવર્તન ધર્મ પરત્વે છે, પણ આત્મ-સ્વરૂપ ધર્મ તે અવિચલ જ છે; અભંગજ છે. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રમય ધર્મ એજ આત્મધર્મ તે અમર છે. અચલ છે.
આ સ્વરૂપ ધર્મ સંબંધમાં. તેમજ વિચારધર્મ અને વર્તનધર્મ સંબંધમાં, શ્રીહરિભદ્રસૂરીશ્વરજી ભગવાન જે કહે છે તે સ્વરૂપ હવે પછી અગ્રવર્તમાન !