________________
ર૩
પુસ્તક ૩-જુ કુપથ્યનું સેવન કરી રહ્યા છે, અને તેમાં જ આનંદ માની રહ્યો છે. જ્યાં સુધી એને એ વાતનું બરાબર ભાન નહિ થાય અને એ અજ્ઞાની રહેશે ત્યાં સુધી એ સેવન કરતે જ રહેવાનો.
માણસ જ્યારે ભરનિદ્રામાં હોય ત્યારે પિતાના ઓશીકે સાપ આવીને બેઠે હોય તે પણ એ ડરતો નથી અને જાગ્યા પછી એ જીવલેણ સાપના બદલે વીંછી જેવામાં આવે તે પણ એ કંપી ઉઠે છે અને ત્યાંથી અળગો જઈ બેસે છે. જીવને જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાં લગી એ ભયંકરતાને ઓળખી શક્યો નહતો. પરંતુ હવે જ્યારે જૈનશાસનના અમૃતતુલ્ય અંજનથી એની આંખ ઉઘડી છે અને એનું અજ્ઞાન ઉડી જવાને વેગ મળે છે છતાં જે એને એ ભયંકરતાનું ભાન ન થાય તે પછી એ ક્યારે સમજવાને? નદીએ જઈ આવવા છતાં જે તરસ્યો પાછો આવે એની તૃષા ક્યાં શાંત થવાની? દિવસના સમયે સૂર્યને પ્રકાશ હોવા છતાં જે દેખી ન શકે એ રાતે શું દેખવાને?
જ્યાં સુધી માણસ વિવેકદષ્ટિથી વિમુખ હોય છે ત્યાં સુધી એ સારાસારને ન સમજી શકે એ સ્વાભાવિક છે અને કંઈક અંશે એ ક્ષેતવ્ય પણ ગણાય, પરંતુ જે મનુષ્યને વિવેકદષ્ટિ મેળવવાની તમામ સામગ્રી શ્રી જૈનશાસનના સંસર્ગથી મળી હેય છતાં એ સારાસારને ન સમજે અને રાતદિવસ પિતાનું ચિત્ત, એ આહારાદિ પાંચ મહા કુપના સેવન કરવામાં જ પરેવી રાખે તે એ કેમ સંતન્ય ગણાય? અને આથી એને બીજે ક્યો વધારે સરસ વેગ મળશે કે જ્યારે એ પિતાના હિતને સમજી શકશે? પિતાના આત્માની શુદ્ધિ નિમિત્તે ધાર્મિક ક્રિયાઓ ન કરવા છતાં માણસ એ કબુલ કરવા તૈયાર નથી હોતું કે મારાથી ક્રિયાઓ નથી થતી.”
વળી કેટલાક આત્માઓ એવા પણ છે કે જેઓ ધાર્મિક કિયાઓ કરે છે, સદાચરણના નિયમ પાળે છે; છતાંય પિતાના આત્માને અનાદિકાળથી પડેલી કુપથ્થસેવનની ટેવ