________________
તું ચારિત્ર ધર્મની મહત્તા છે
(૨)
[જીવનમાં અનાદિકાલીન અશુભ સંસ્કારોને સંયમના બળે , કાબુમાં રાખી યથાયોગ્ય વિવેકબુદ્ધિથી રત્નત્રયીની આરાધનાના માર્ગે આગળ વધવા માટે ચારિત્ર ધમની ખાસ જરૂર પડે છે.
તેનું આદર્શ મૌલિક માર્મિક સવરૂપ પૂ. આગમાદ્ધારક આચાર્ય દેવશ્રીએ અહીં રજુ કર્યું છે.
તનવગ્રાહી દષ્ટીથી વાંચવા ભલામણ છે. સં૦]
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે “જ્ઞાનસાર પ્રકરણ” કરતા થકા કહી ગયા કેસાચી સ્વાધીનતાનું રહસ્ય
આ જીવ સંસારમાં અનાદિ કાળથી રખડપટ્ટી કરે છે. જીવની આ અનાદિ કાળની રખડપટ્ટી એ દરેક જીવને સ્વયંસિદ્ધ છે. એટલે એને સાબીત કરવાની જરૂર નથી, કારણ કે દરેક જીવ શરીરને અને આયુષ્યને આધીન છે, એ વાત પ્રત્યક્ષ માલુમ પડે છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં કેઈ મનુષ્ય પિતાના આત્માને પરાધીન ન માનતાં સ્વતંત્ર માને તે તે ભૂલ ભરેલું છે.
પિતાને આત્મા પરાધીન હોવાના કારણે એના કેટલાય ગુણે અપ્રકાશમાન હોય છે અને તેથી પોતાના આત્માની સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે એ અપ્રકાશમાન ગુણેને પ્રકાશમાં લાવવાના હેય છે. એ ગુણેને પ્રકાશમાં લાવવાને અનુકૂળ સમય પણ મળ્યા હોય - છતાં એ ગુણેને પ્રકાશમાં ન લાવે અને પિતાના આત્માને સંપૂર્ણ કહે તે તે “તમા મારીને માઠું લાલ રાખવા જેવું જ કર્યું*