________________
પુસ્તક ૩-જુ
મર્યાદિત મૂલ્યવાળી આવી દુન્યવી ચીજોની નકલ થાય તે પછી ધર્મ કે જે અમૂલ્ય છે, જેના મૂલ્યની મર્યાદા નથી તેની નકલે થાય તેમાં નવાઈ શી? ધર્મ કહે કે પુણ્ય કહે, એ એવી કિમતી એવી મૂલ્યવાન વસ્તુ છે કે પહેલાંની (પૂર્વ ભવેની) અહીં (આ ભવમાં) વટાવાય, અહીંની આગળ વટાવાય છે. આ મનુષ્યવ, પંચેન્દ્રિય-સંપૂર્ણપણું, સાનુકુલ સામગ્રીવાળું જીવન એશાના પ્રભાવે ? કહે કે પહેલાના (પૂર્વભવના) પુણ્ય પ્રતાપે! અહીં શું વટાવાય છે ? શું ખવાય છે? પ્રથમ ભવન પુણ્યની હુંડી-ચેક, કે મીલકત જે કહે તેજ વટાવી ખવાય છે ને?
જવાબ –એજ સાચી મત્તા છે ને?
પ્રથમના ભવની પૈસાની પેઢી, બાયડીની બેન્ક, કુટુંબની કે થળી કે કાયાની કેઠીમાંથી કેઈએ (એકકે ચે) જવાબ દીધે? એ બધા બે જવાબદાર વાનાંઓ છે, માત્ર પુણ્ય જ જવાબદાર છે. અહીં જવાબ દે છે તે પ્રથમનું પુણ્ય છે. અને આગલ જવાબ દેનાર પણ પુણ્ય જ છે.
પૂર્વભવમાં તમે ભલે અબાધિપતિ હતા, માને લાખે સ્ત્રીઓના સ્વામી હતા, અરે! કરડે કુટુંબીઓથી પરવરેલા હતા અને પહાડ જેવી કાયા ધરાવનારા હતા પણ એમાંનુ અત્યારે કાંઈએ ઉપયોગી છે? કે ઉપયેગી થયું? કેમકે એ કંપની પરપોટા કંપની હતી, ફેઈલ જ થાય ને? કંચન, કાયા, કુટુંબ, કાયાની એ કંપની માટે જિંદગીભર જહેમત ચલાવી, ધમધોકાર ધધૂખર કરે પણ એ ફેઈલ થવાના સ્વભાવવાળી કંપની છે. પાઘડી ન ફેરવે તે એ કંપની પરપોટા કંપનીજ શાની! ગયા ભવની અપેક્ષાએ અહીં, અહીંની દ્રષ્ટિએ આવતા ભોમાં જવાબ દેનારી પેઢી, બેન્ક, હુડી, કોથળી કેડી જે કોઈ પણ હોય, સદ્ધર જવાબદાર જે કઈ પણ હોય તે માત્ર પુણ્યજ છે.