________________
પુસ્તક ૧-લું
વળી દાન ધર્મને અંગે જ્યારે માત્ર આરોપિત એ સુખ ભાવ છેડે પડે છે, અથવા બાહ્ય સુખાના સામાન્ય સહેજે મળે એવા સાધન છેડવા પડે છે અને શીલ ધમને અંગે માત્ર પુદ્ગલના સંગથી ઉત્પન્ન થએલા સુખના સંસ્કારોની ઉપર કાબુ મેળવીને માત્ર માનેલું સુખ જ છોડવું પડે છે, ત્યારે તપસ્યાને અંગે પ્રવૃત્તિ કરનાર મનુષ્યને બાહ્ય સુખનાં સાધનોને મળ્યા છતાં ન વાપરવાં તેમજ બીજા મેળવવા ઉદ્યમ કરે નહિ, અર્થાત આહાર રૂપ જે બાહ્યસુખનું સાધન છે, તે તપસ્યા કરનારને જે મળ્યું હોય તેને પણ ઉપયોગ કરે નથી, તથા તે મળેલા સિવાયના નવા મેલવવા માટે પણ ઉદ્યમ કરવાનું રહેતું નથી.
યાદ રાખવું કે દાનને દેનારો મનુષ્ય જે અશનાદિનું કે રૂપૈયા આદિનું દાન કરે છે, તે મળેલા સાધનને દૂર કરે છે, પણ સાથે સાથે અન્ય-અન્ય તે તે સાધનો મેળવવાનો ઉદ્યમ બંધ કરતા નથી, અર્થાત પદાર્થ છેડે છે, પણ દાનધર્મવાળે પ્રીતિ છેડતો નથી અને આહારના છેડવારૂપ તપસ્યામાં તે પદાર્થ છેડવાને થાય છે, અને પ્રીતિ પણ છેડવાની થાય છે.
વળી શીલ ધર્મને અંગે પ્રવર્તવાવાળો જીવ વિષય-કષાયની વૃત્તિ ઉપર કબજે રાખી કહેવાતા ઇન્દ્રિયના સુખને ભેગ આપે છે, પણ એ દાનધર્મ અને શીલધર્મમાં દુઃખ થવાનો અંશેપણ પ્રસંગ નથી, જ્યારે આ તપધર્મમાં તો સર્વ વેદનામાં શુહાલમાં વૈયા એમ કહીને સ્પષ્ટપણે સર્વ વેદનામાં આગેવાન જણાવેલી એવી વેદના સહન કરવાની હોય છે.
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે બાહ્ય પદાર્થો તરફ જીવનું આકર્ષણ નથી, અર્થાત્ બાહ્ય પદાર્થો જે અશનાદિ અને રૂપૈયા વગેરે છે તે જીવને ખેંચનારા નથી, માત્ર જીવ પિતાની મેળે તે બાહ્ય પદાર્થો તરફ ખેંચાય છે.