________________
પરતક ૧૬
વળી બીજી એ પણ વાત છે કે સર્વવિરતિને સ્વીકાર પ્રત્યેક બુદ્ધ, સ્વયં બુદ્ધ વિગેરે સવયં ગુરુથી નિરપેક્ષપણે કરી શકે છે, પણ દેશવિરતિને સવીકાર કઈ પણ જગા પર, કઈ પણ સ્થાને, કઈ પણ મનુષ્યને સ્વયં હોવાને લેખ સરખે પણ નથી. અને તેથી સ્વયંસંબુદ્ધ એવા ભગવાન કેઈન પણ શિષ્ય તરીકે ન હોય અને તેથી તેમને દેશવિરતિ ન હોય અને કેવળ સર્વવિરતિ જ હેય એમ જે શાકાર કહે છે તેમાં શંકાને સ્થાન નથી. દેશવિરતિ વગર સર્વવિરતિ હેય કેમ?
કેટલાકેનું માનવું છે કે પગથિયાં જેમ અનુક્રમે ચઢાય, તેવી રીતે વિરતિમાં પણ પ્રથમ દેશવિરતિરૂપી નાનું પગથિયું જ ચઢવું જોઈએ અને પછી જ સર્વવિરતિનું રહણ થવું જોઈએ. આવું કહેવાવાળાએ પ્રથમ તે ઉપર જણાવેલા ભગવાન જિનેશ્વરનાં વૃત્તાંતે ઉપર ધ્યાન રાખવું.
વળી શાસ્ત્રકારો સર્વ સિદ્ધના અસંખ્યાતમા ભાગે જેટલા અનંતા સિદ્ધ આવે તે બધાએ દેશવિરતિ પામ્યા સિવાય જ સવવિરતિને પામેલા હોય છે. માટે દેશવિરતિ સિવાય સર્વવિરતિ હેય જ નહિ, એવું કહેનારાએ ચરિતાનુવાદ અને સિદ્ધાંતના કથનથી વિરુદ્ધ જ બોલવાવાળા છે. સર્વવિરતિ લેવા પહેલાં પ્રતિમા વહેલી જ જોઈએ કે ?
વળી કેટલાકે શાસ્ત્રને અનુસરવાને ડોળ કરી એમ જણાવવા માગે છે કે ચોથા આરામાં કે શ્રી હરિભદ્રસૂરિજીના વખતમાં ચાહે જે નિયમ હોય, પણ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીના ફરમાન મુજબ તો આ દુષમકાલમાં તે પ્રતિમાન કર્યા પછી જ સર્વ વિરતિ એટલે સાધુપણું અંગીકાર કરાય,
એવું શ્રીપંચાશક પ્રકરણમાં સ્પષ્ટ છે.
માટે વર્તમાન કાલમાં તે કઈ પણ મનુષ્ય દેશવિરતિ અને શ્રાવકની બાર પ્રતિમાઓ વહ્યા સિવાય સાધુપણું લેવાય જ નહિ.