________________
પુસ્તક ૧-લુ
૪૩ વળી તે શ્રી જિનવલ્લભસૂરિની પાટે ગણાતા શ્રી જિનદત્ત સૂરિ પણ શ્રી જિનવલભસૂરિના મરણ પછી જ કેટલીક મુદત ગયા પછી પાટે આવ્યા છે, તેમને પણ એવી રીતે સંબંધમાં જોડાયા છે.
માટે ઉપર ખોટી રીતે મહંત માનેલા એમ જણાવ્યું છે.
વળી શ્રી તિલકાચાર્ય જે આગમગછીય છે, તેમણે તે શ્રાવકની ચાર પ્રતિમાઓ સિવાયની બાકીની સાત પ્રતિભાઓને સર્વથા વિચ્છેદ માનેલો છે.
દીક્ષા પૂર્વે પ્રતિમા રહેવાને કે દેશવિરતિને અનિયમ
આ બધી હકીક્ત સામાન્ય રીતે અપ્રાસંગિક લાગે તેવા છતાં પણ એટલા જ માટે લખી છે કે
ખરતર અને આગમગચ્છવાળાએથી તે શ્રાવકની પ્રતિમાઓ વહન કરીને જ સાધુપણું આપી શકાય” એવે નિયમ કેઈપણ પ્રકારે કહી કે માની શકાય તે છે જ નહિં. વળી આવશ્યક ચૂર્ણિ વિગેરે ગ્રંથકારે અનેકસ્થાને સમ્યકત્વ અને ચારિત્રની પ્રાપ્તિ એકી સાથે જણાવે છે, તે ઉપરથી પણ એમ સ્પષ્ટ કહી અને માની શકાય કે વર્તમાનકાળમાં કે અતીતકાલનાં દેશવિરતિ લેવાયા પછી જ સર્વવિરતિ લેવાય એ નિયમ પટ્ટાવલી, ચરિત્રો. શાસ્ત્રો કે પંચાગી એમાંથી કેઈપણ આધારે માની શકાય જ નહિં.
સામાન્ય જીવેને અંગે જ્યારે સર્વવિરતિની પૂર્વે દેશવિરતિ લેવી જ જોઈએ એ નિયમ ન રહે, તે પછી ત્રિલેકનાથ તીર્થકર ભગવાન સરખાને માટે સર્વવિરતિ લેવા પહેલાં દેશવિરતિ લેવી જ જોઈએ એ નિયમ કેમ રાખી શકાય? અને જે કેઈને માટે પણ એ નિયમ નથી તે ભગવાન શ્રી કષભદેવજી દેશવિરતિનું આચરણ કર્યા સિવાય એકદમ સર્વ વિરતિ લે, તે અયોગ્ય ગણાય નહિ. ભગવાનનું આદ્ય રાજાપણું કેમ?
ભગવાન્ રાષભદેવજી જે કે ચક્રવતી કે વાસુદેવની સ્થિતિમાં -નહેતા અને તેથી તેઓને ચક્રવતીને જે ચૌદ રત્ન હોય છે, તે