________________
પુસ્તક ૧-લું
૫૩ એટલે સ્પષ્ટ પણે કહેવું જોઈએ કે નક્કી મોક્ષે જવા વાળા છતાં વળી તે જ ભવમાં મોક્ષે જવાને જેએને માટે નિશ્ચય છે, તેમજ જેઓ ચાર અપ્રતિપાતી જ્ઞાનેને ધારણ કરનાર છે, વળી જેઓની ગર્ભાવસ્થાથી જ ઈન્દ્રો અને નરેન્દ્રો સેવા કરે છે, એવા જિનેશ્વર ભગવાને જ્યારે ફક્ત મેક્ષની પ્રાપ્તિ અને કર્મના ક્ષયને માટે તપસ્યા કરે છે.
ત્યારે જે આ જગતના અન્ય છે કે જે નથી તેવા મેક્ષના નિશ્ચયવાળા, નથી તદુભવે મેક્ષે જવાના નિશ્ચયવાળા, નથી અપ્રતિપાતી જ્ઞાનવાળાં નથી મનાત્પર્યાય જ્ઞાનવાળા! અને જેઓ દેવેન્દ્ર અને નરેન્દ્રોથી લેવાયેલા પણ નથી, તેવા જ મોક્ષને પામવાની ઈચ્છાવાળા અને કર્મક્ષયનું પરમધ્યેય રાખવાવાળા છતાં તેવી તપસ્યા તરફ બેદરકારી કે આલસ્ય દાખવે તે ખરેખર વિચારવા જેવું છે. તપસ્યાને અંગે જરૂરી તકેના સ્પષ્ટ સમાધાને
ઉપર જણાવ્યા પ્રમાણે જૈનશાસનને અંગે સમ્યગુદર્શના દિકની પ્રાપ્તિ થયા છતાં પણ તપસ્યાની અત્યંત જરૂરત છે, પણ જેમ વસ્તુમાં સુન્દરતાની અધિકતા હોય છે, તેમ તેમાં વિદનેને દરેડે પણ પડે છે. શાસ્ત્રકારો પણ સ્થાને સ્થાને એ જ જણાવે છે, કે- છોરારિ ત્રફુદિનાર, અર્થાત્ કલ્યાણકારી કાર્યો ઘણા વિદને વાળા હોય છે.
આ બાબતમાં પણ બે મત જુદા પડે છે, શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણજી આદિને એક મત એ છે કે કલ્યાણકારી કાર્યો હોય તે વિઘ્ન--બહુલતાવાળા હોય છે.
જ્યારે બીજે શ્રી ચંદ્રસેનસૂરિજીને મત એ છે કે બહ વિદનેવાળાં જે કાર્યો હોય તે જ કલ્યાણકારી કાર્યો ગણાય, અર્થાત્ શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણ આદિના મંતવ્ય પ્રમાણે કલ્યાણકારીપણું એ હેતુ તરીકે છે. અને વિજ્ઞબહુલતાવાળાપણું સાધ્ય તરીકે છે.