________________
૫૪
આગમત અને એ અપેક્ષાએ બેય વગેરે વાલું ઉત્તરાર્ધ વૈધમ્ય દષ્ટાન્ત તરીકે નહી, પણ માત્ર વસ્તુની હકીકત સમજાવે છે, કારણકે વ્યતિરેકી દષ્ટાન્ત લઈએ તે હેતુના અભાવે સાધ્યને અભાવ લેવું પડે અને તેમ તે લેવાય નહિ, પણ કદાચ સમવ્યાક્ષિપણું લઈએ તે ચાલી શકે.
શ્રી ચંદ્રસેનસૂરિજીના મંતવ્ય પ્રમાણે તે બહુ વિMવાળાપણું એ હેતુ વાક્ય છે. અને ઉત્તરાર્ધ ભાગ વ્યતિરેક વ્યાપ્તિનું સ્થાન બને છે.
ટૂંકાણમાં એટલું જ કહેવાનું કે કલ્યાણકારી કાર્યો જરૂર વિનવાળા હોય છે.
જ્યારે સર્વ કલ્યાણકારી કાર્યો વિદોવાળાં હોય તે પછી તપસ્યા જેવા મોક્ષની પ્રાપ્તિ અને કર્મક્ષયના અસાધારણ કાર્યમાં વિદન હોય તેમાં તે નવાઈજ શી?
આ તપસ્યાના કાર્યમાં શરીર–સંહનનની ખામી આદિ વિને જેટલું નુકશાન નથી કરતા, તેના કરતાં તેના વિરોધી લેકેના વચને વધારે નુકશાન કરે છે. તપસ્યા રૂપ કલ્યાણકારક માગને પ્રથમ નંબરે જે કોઈ વિરોધી હોય તે તે બૌદ્ધ ધર્મ છે.
બૌદ્ધો તપસ્યામાં થતા અસાતાના ઉદયને પ્રધાન પદ આપીને કર્મના અર્થાત્ અસાતાના ઉદયરૂપ તપને માનીને તપને દુઃખરૂપ માને છે, અને તેથી તપની અધિકતાએ ગુણની અધિકતા માનવાની ના પાડે છે. તે
આ સ્થાને સર્વજ્ઞ-શાસનને અનુસરનારાઓએ સમજવાનું કે, પ્રથમ તે મોક્ષની પ્રાપ્તિ અને કર્મના ક્ષય માટે તપ કરાય છે, માટે તે તપ કરવાના પરિણામ આદયિક એટલે કર્મના ઉદયથી થએલા નથી, જે કર્મના ઉદયથી એટલે અસાતાના ઉદયને લીધે એ પરિણામ થતા હતા તે નરક અને તિર્યંચ ગતિના છ મોટા તપસ્વી થઈ જાત! પણ તપ એ ચારિત્ર રૂપ હોવાથી ક્ષાપશમિકાદિ સ્વરૂપ છે.