________________
છે અને
તેથી ગુણ
પુસ્તક ૧-લું
૫૫ વળી જે તપ કરતાં અસાતા કર્મને ઉદય થાય છે અને તેથી તે તપ ઔદયિક ગણવામાં આવે અને તેથી ગુણરૂપ ન ગણાય તે પછી શાંતિ–માર્દવ આદિ ધર્મો પણ ક્રોધાદિકના ઉદયને દવા અને ફળ ન આપવા દેવા રૂપ હેઈ તે પણ ગુણપણે નહી મનાય, સંયમ પણ ઇદ્રિના નિગ્રહરૂપ હોવાથી પીડામય ગણાશે, તેથી જે તપ મોક્ષનો માર્ગ નહિ રહે તે પછી સંયમ પણ મોક્ષને માર્ગ નહિ રહે.
સાદિ ધમે છે
જ ન આપવા
વળી કઈપણ દુર્જન મનુષ્ય કેઈપણ સંત પુરુષને દુઃખ કરે છે, તે પણ પુરુષના કર્મના ઉદય સિવાય નથી કરતો, માટે દુર્જનો ના કરાતા ઉપદ્ર સહન કરવા તે પણ દુઃખરૂપ થશે, અને તે સહનશીલતા પણ મેક્ષને માર્ગ નહિં ગણાય, વળી શીત અને તાપને પણ સહન કરતાં જરૂર દુઃખ થશે, માટે તે શીત અને તાપનું સહન પણ તપસ્વીપણાને જણાવનાર કે શોભાવનાર થશે નહિં.
પણું ખરી રીતે ક્ષમા આદિ ગુણે ધર્મ રૂપ છે, કર્મોના ઉદયવાળા છતાં સાધનારને ધર્મરૂપ બને છે, તેવી રીતે આ તપ પણ કર્મોદયને દુઃખ રૂપ હોય છતાં સાધનારને ધર્મરૂપ છે.
વળી આત્માના જ્ઞાનાદિ ગુણને ક્ષાપથમિક ભાવે પ્રાપ્ત કર્યા પછી તે તે જ્ઞાનાવરણીય આદિ ઘાતી કર્મોની ઉદીરણા કરીને ક્ષયને પ્રસંગ સાધવો પડે છે. માટે તે જ્ઞાનાદિકને પણ ગુણ તરીકે ગણી શકાશે નહિં, વળી આ તપસ્યા તે મુખ્ય ભાગે અસાતારૂપ અઘાતીની જ ઉદીરણા કરનાર છે. ત્યારે જ્ઞાનાદિક જે ક્ષાપથમિક ભાવે મળે છે તેમાં તે ક્ષયની ઈચ્છાવાળાને તે તે ઘાતીની ઉદીરણા કરવી પડે છે. તે પછી તે ઘાતીની ઉદીરણાવાળા જ્ઞાનાદિને મોક્ષ પ્રાપ્તિના સાધને જે માનીએ છીએ તે પછી અઘાતીની ઉદીરણાવાળું તપ હોય તેટલા માત્રથી તેને મોક્ષને માગ કેમ ન મનાય ?