________________
૪૧.
પુસ્તક ૧-લું ભગવાન હરિભદ્રસૂરિજીએ કરેલે સર્વવિરતિ પહેલાં પ્રતિમા વહેવાનો આદેશ “મધ્યમ પશમવાળાને માટે છે એમ ચોખા શબ્દોમાં જણાવે છે.
વળી ભગવાન હરિભદ્રસૂરિજી પછી અનેક મહાનુભાના આઠ વર્ષની કે તેની આસપાસની ઉંમરે દીક્ષિત થએલા સેંકડે પુરાવાઓ જુદા જુદા ગચ્છની પટ્ટાવલીઓ પૂરા પાડે છે.
વળી ભગવાન હરિભદ્રસૂરિજી પછીના કાળમાં બનેલા અને ભગવાન હરિભદ્રસૂરિજીને પરમ પૂજ્ય તરીકે માનનારા એવા અનેક ગ્રંથકારે કે જેમાં તત્ત્વાર્થવૃત્તિકાર, રોગશાસ્ત્ર-ટીકાકાર ભગવાન હેમચંદ્રસૂરિજી, માલધારી આચાર્ય હેમચંદ્રસૂરિજી, પ્રવચન સારોદ્ધારની ટીકા કરનાર શ્રી સિદ્ધસેનસૂરિજી વિગેરે સર્વમાન્ય આચાર્યોએ પોતાના ગ્રંથમાં દીક્ષાની જઘન્યવય આઠ વર્ષની ગણેલી છે. * ચૂર્ણિકાર મહારાજ અને પ્રવચન સારોદ્ધાર ટીકાકાર વિગેરે મહાત્માઓએ તે ગર્ભથી આઠમા વર્ષે એટલે ગર્ભ રહ્યા ત્યારથી સાત વર્ષ અને એક દહાડે જ માત્ર જાય, ત્યારથી દીક્ષાને ચગ્ય ઉંમર ગણી શકાય છે, એમ સ્પષ્ટ શબ્દોમાં જ્યારે જણાવ્યું છે. ત્યારે જાણકાર અને શ્રદ્ધા ધારણ કરનાર કો મનુષ્ય એમ કહેવાને તૈયાર થાય? કે આઠ વર્ષે દીક્ષા ન આપવી, અગર પ્રતિમા વહન કરેલી હોય, તેવા મનુષ્યને જ દીક્ષા આપી શકાય. ખરતરના મતે સર્વથા અને આગમીયાને મતે કેટલીક શ્રાવક પ્રતિમાના છેદની માન્યતા
છે કે ખરતરગચ્છવાળાઓ તે વર્તમાનકાળમાં સાધુઓની પ્રતિમા કે જે પહેલા સંઘયણ અને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીના અધ્યયનની અપેક્ષા રાખનાર છે, તેવી તે સાધુઓની પ્રતિમાઓ ન માને તે તે સ્વાભાવિક છે, પણ જે શ્રાવકની પ્રતિમાઓ માટે સંઘયણ કે વિશિષ્ટ કૃત અધ્યયનને નિયમ નથી, એવી શ્રાવકની પ્રતિમાઓને પણ વિચછેદ માને છે અને જાહેર પ્રરૂપે છે.
આ- ૩