________________
પુસ્તક ૧-લું
४५ પામેલા હતા. ભગવાન ત્રષભદેવજીની નગરી જે વિનીતાના નામથી શાસ્ત્રોમાં ઓળખાય છે, તેની સર્વ રચના ઈદ્રના હુકમથી વૈશમણે કરી હતી.
વળી ભગવાન ઋષભદેવજી અને તેના કુટુંબના મહેલે અને તેની સજાવટ પણ ઇંદ્ર મહારાજના હકમથી તે વૈશ્રમણ દેવે કરેલી હતી, ભગવાન ગષભદેવજી જગ્યા પણ ન હતા પણ સર્વાર્થસિદ્ધથી અને માત્ર ગર્ભમાં જ આવ્યા હતા, તે વખતે પણ સૌધર્મદેવ લેકના શક ઈંદ્ર ભગવાન ઋષભદેવજીનું (ધર્મ, રાજાપણું અને ચક્રવર્તાિપણું નાભિમહારાજા અને મરૂદેવા માતાની આગળ ગાયું હતું અને વ્યંતરના ઈદ્રો સિવાય બત્રીસ ઇંદ્રો એ નાભિ મહારાજા અને મરૂદેવા માતાની આગળ હાજર થઈ ભગવાન ઋષભદેવજીના તીર્થંકરપણાની દુદુભિ વગાડી હતી.
એટલું જ નહિ. પણ ભગવાન ગઢષભદેવજીનો વંશ સ્થાપનાને મહત્સવ, વિવાહને મહત્સવ, અને રાજ્યાભિષેક મહોત્સવ વિગેરે દુનિયાદારીના મહોત્સવે પણ ઈંદ્રમહારાજાએ હાજર થઈને કરેલા હતા.
આ બધી વસ્તુ જણાવવાનું કારણ એક જ કે–
ભગવાન ઋષભદેવજીને રાજયકાલ કઈ પણ પ્રકારે ચક્રવતી કે વાસુદેવથી ઉતરતો ન હોતે.
ત્યાગી પુરુષના પણ દાદા ભગવાન રાષભદેવજી
વળી જેમ તેઓ રાજાપણાના અંગે જગતના સર્વરાજાઓના પિતા મહ હતા. તેવી રીતે જગતના સર્વત્યાગી પુરુષના પણ તેઓ પિતામહ જ હતા, અને તેથી જ તેઓનું નામ જૈનસૂત્રકારોએ પ્રથમ ભિક્ષાચર એમ જણાવવા ને મરવારે વા એમ કહેલું છે.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી પણ સાવિ નિહિં એમ કહી ભગવાન કહભદેવજીને જ સર્વ ત્યાગીઓના પિતામહ તરીકે જણાવે છે.