________________
૩૮
આગામીત -ગુણથી અવધિજ્ઞાનાવરણીયના પશમને લીધે અવધિજ્ઞાન પામેલ હોય તે અવધિજ્ઞાનવાળા એમાંથી કેઈપણ અવધિજ્ઞાની ચાહે તે તે તીથકર હોય અથવા તીર્થકર સિવાયને જીવ હોય તે પણ તે વિરતિ અંગીકાર કરે તે સર્વ વિરતિને અગીકાર કરે.
અવધિજ્ઞાની કે અવિરતપણે રહે એ વાત સાચી પણ વિરતિ અંગીકાર કરે ત્યારે તે સર્વવિરતિ જ અંગીકાર કરે પણ દેશવિરતિ અંગીકાર કરે નહિ.”
શાસ્ત્રકારોએ અવધિજ્ઞાની છ દેશવિરતિ કેમ અંગીકાર ન કરે તેને સ્પષ્ટ હેતુ જણાવ્યું નથી, પણ શાસ્ત્રાનુસારી બાહી ક૯૫નાથી એમ જાણી શકાય કે દેશવિરતિ તેઓ જ લે છે કે જેઓ સર્વ વિરતિનું સ્વરૂપ જાણે, સમજે અને તે લેવાની ઉત્કંઠાવાળા હોય; છતાં આરંભ-પરિગ્રહની કે વિષય-કષાયની આસક્તિ નહિ છૂટી શકવાથી જેઓ સર્વવિરતિ લેવાને અશક્તિમાન હેય આવું અશક્તિમાનપણું અવધિજ્ઞાની જેવા મહાપુરુષમાં ન હોય અને તેથી તેઓ જ્યારે પણ વિરતિ આદરવા માગે ત્યારે સંપૂર્ણ વિરતિનો સ્વીકાર જ કરે અને તેથી શાસ્ત્રકારોએ અવધિજ્ઞાનવાળાને દેશવિરતિ જે શ્રાવકપણે તેને લેવાવાળા માન્યા નથી.
જે કે અનેક શ્રાવકોએ દેશવિરતિ લીધા પછી અવધિજ્ઞાને મેળવ્યાં છે. અને તે અવાધજ્ઞાન મેળવ્યા પછી પણ તેઓ શ્રાવકપણામાં એટલે દેશવિરતિમાં જ રહેલા પણ છે. પણ આ વાત જે ચાલે છે તે પ્રથમથી અવધિજ્ઞાનવાળા જ હોય અને પછી જે વિરતિ લે તે તેઓ સર્વવિરતિ જ લે.
એવી રીતે પૂર્વભવથી અવધિજ્ઞાન લઈને આવવાવાળા ભગવાન 2ષભદેવજીએ જે કે દેશવિરતિવું સ્વરૂપ જાણેલું, સમજેલું અને માનેલું હતું, છતાં તે દેશવિરતિ ન ગ્રહણ કરી, પણ સર્વવિરતિજ રહણ કરી..