________________
૧૮
આગમત: કારીગરીથી ઉદરનિર્વાહ કરનારાઓની સ્થાપના પ્રજાના હિત માટે જ કરેલી છે, એમ સૂત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. અનીતિનું કારણ તે વિચારવાન મનુષ્ય સહેજ સમજી શકે તેમ છે કે જેને માથે પ્રજાને નીતિને માગે વર્તાવવાની જવાબદારી આવી પડે તેને મનુષ્યો. નીતિમાં શી રીતે વર્તે? તેના કારણે તપાસી તેના રસ્તાઓ શોધવા જ પડે. આર્થિક અને સાંગિક મહત્તાની ઈચ્છાઓ જે કે મનુષ્યોને નીતિના કારણથી દૂર કરે છે. પણ તે મહત્તાની ઈચ્છાવાળે વર્ગ સામાન્ય પ્રજાની સંખ્યાની અપેક્ષાએ હિસાબમાં ઘણે જ એ છો હોય છે. અને તેમાં પણ નીતિને માર્ગ ઉલંધીને પણ મહત્તાની ઈચ્છાઓ પૂરી કરવી જ જોઈએ એવી ધારણાવાળે શ્રીમંતવર્ગ ઘણેજ ઓછો હોય, એ ન સમજી શકાય તેમ નથી. પ્રજાના હિતાર્થે શિલ્પ આદિ શી રીતે?
આથી ભગવાન્ રાષભદેવજીએ ત્રાદ્ધિમત્તાની અપેક્ષાએ ઈભ્ય, શ્રેણી કે નગરશેઠ જેવી કઈ જાતિ નિર્માણ કરી નથી અને વિચાર વાળા મનુષ્યને તેની જરૂર પણ નથી, એમ સ્પષ્ટપણે માલુમ પડશે. પણ પ્રજાને મધ્યમ વર્ગ જે લગભગ ચૌદ આની એટલે હોય છે, તે બધા વર્ગ મહત્તાની ઈચ્છાવાળો એટલે બધા નથી હોતે. પણ તે વગ મુખ્યતાએ જીવન નિર્વાહ અને કૌટુંબિક નિર્વાહની સાથે આબરુને જાળવવા માટે જ મથનારે હોય છે, આ મધ્યમ વર્ગ જે ચૌદ આની જેટલું હોય તે જે કોઈ પણ પ્રકારે મહેનત કરવાથી જીવન નિર્વાહ, કૌટુંબિક નિર્વાહ અને યશને લાભ થતો હોય તે તે વગ મહેનત કરીને જ તે લાભ મેળવવા માગે છે, તેથી તે વર્ગને મહેનત દ્વારા તે લાભ મળતું હોય તે નીતિમાં જ વર્તવાનું પસંદ કરી અનીતિને ધિક્કારવાળે રહે છે, પણ નીતિમાં રહીને અનીતિને ધિક્કારવાળે તે જ વર્ગ જ્યારે જીવન નિર્વાહ