________________
મારામાત.
ટૂંકામાં કહીએ તે વિષયે અને તેનાં સાધન મેળવવા કે વધારવામાં જ જગતના સર્વ પ્રાણીઓની ઈષ્ટતા ગણેલી હોય છે.
આવી સ્વાભાવિક સ્થિતિ હેવાથી તેમજ આત્મા હંમેશા ચક્ષુની ! માફક બાહ્ય દૃષ્ટિવાળે હેવાથી વિષયે અને તેના સાધને તરફ જ ઝુકી રહેલો હોય છે.
એ વાત તે કોઈને નવી સમજાવવી પડે તેમ નથી કે નેત્ર જે કે દરેક જીવને અંગે રત્ન સમાન છે, છતાં તે નેત્ર જગતભરના અને ઈતર પદાર્થોને દેખવાને તૈયાર છે. અર્થાત બાહ્ય એટલે ચક્ષુ સિવાયના આખા જગતના પદાર્થોને બોધ તે કરાવે છે.
પણ તે આંખમાં લાલાશ હોય, ફૂલું હોય કે રજને કહ્યું : પડ હોય તો તેને આ આંખ જોઈ શકતી નથી. એવી રીતે આ આત્મા પણ આહાર, શરીર, ઇંદ્રિયો, વિષય અને તેનાં સાધને તરફ જ જન્મથી મરણ સુધી એક સરખી મીટ માંડી રહેલું હોય છે.
પણ ખુદ પિતે જીવ કેણ છે ? વળી તે કેવો છે? કંયાથી આવ્યા છે ? અને ક્યાં જવાનું છે? એ બાબતને સ્વાભાવિક રીતે જીવને એક અંશ પણ વિચાર આવતું નથી, આટલા માટે ભગવાન જિનેશ્વરેએ શાસનની સ્થાપનામાં પહેલે ઢઢરે એ જ જાહેર કર્યો કે –
મહાનુભાવ! જીવ જેવી વસ્તુ છે અને તે કેઈક સ્થાનેથી અહીં આવેલી છે અને અહીંથી ચવીને આગળ. કેઈ સ્થાને પણ ચાલી જવાની છે.”
આવે તે પહેલે જાહેર કર્યો.
એટલા માટે એમ કહેવાય કે બારે અંગમાં પહેલું આચારાંગ. નામનું અંગ છે, અને તેમાં પણ પહેલામાં પહેલું સૂત્ર આ ઢઢેરાનું જ છે. ધર્મનું મહત્ત્વ
વળી બીજી બાજુએ વિચાર કરીએ તે માલુમ પડવું જોઈએ કે આ જગતમાં શરીર–આહારાદિકની ઈચ્છા સર્વને સરખી છતાં પણ