________________
પુસ્તક ૧-લું કૌટુંબિક નિર્વાહ કે કાતિલાભની પ્રાપ્તિ નીતિને માગે નથી દેખાતે કે નથી પામતે, ત્યારે તેને કમને પણ નીતિને માર્ગ છોડ પડે છે.
એટલે નીતિને માર્ગ પ્રવર્તાવવાવાળા અગ્રેસરાએ તેવા મધ્યમ વર્ગને જીવન નિર્વાહના સાધન વિગેરેને બંદેબસ્ત કરે તે સૌ પ્રથમ જરૂરી છે. એમાં કેઈથી પણ ના પાડી શકાય જ નહિ.
વર્તમાનમાં પણ દેખીએ છીએ કે દરેક દેશના આગેવાને પિતાના દેશમાં રહેલા મધ્યમ વર્ગને ધંધા રોજગારમાં પિષણ આપવા દ્વારા દેશની ઉન્નતિ અને નીતિના પાયાની મજબુતી કરે છે.
આ ઉપરથી એ પણ સમજી શકાય તેમ છે કે પ્રજાને જીવન અને કુટુંબ નિર્વાહના સાધનો પુરા પાડવા દ્વારા નીતિમાં પ્રોત્સાહન કરવામાં ન આવે અને કેવળ અનીતિ વર્તનારાઓને શિક્ષા જ કરવામાં આવે છે તે શિક્ષણ ન તો લાંબી મુદત ચાલી શકે અને તેવી અનીતિની શિક્ષા હોય તે પણ તે અંધાધુંધીને નેતરું દેવાવાળી જ થાય. શ્રીમંત અને મધ્યમ વર્ગને છોડી દઈએ તે જઘન્ય વર્ગ એવી સ્થિતિમાં હોય છે કે તેઓને પ્રતિદિન મહેનત કરીને પણ એટલે મૈતરું કરીને પણ પિષણ કરવાનું મળે તે તે સ્વાભાવિક રીતે કે આબરૂની હાનિના ભયથી નહિ, પણ શિક્ષાના ડરથી અનીતિને માર્ગે ન જતાં પ્રતિદિન મહેનત મજુરી કરીને પિતાને નિર્વાહ નીતિસર કરે. પણ તે જઘન્ય વર્ગને પ્રાતદિન મહેનત કરતાં છતાં પણ પ્રતિદિન જેટલું ન મળે તે તે જઘન્ય વર્ગ ઉન્મત્ત થએલા હાથી જેમ અંકુશ કે ભાલાના ઘાને ગણકારે નહિ, તેમ તે અનીતિને બદલે કરાતી સખતમાં સખત સજાને પણ ગણકારતો નથી.
વર્તમાનમાં પણ આ વાત સ્પષ્ટ છે કે જેઓ ધંધા રોજગાર વગર કે આજીવિકાના સાધન વિનાના હોય છે. તેઓ કેદની શિક્ષાથી ડરતા નથી એટલું જ નહિ પણ કેદમાં જવાથી જીવન નિર્વાહ તે