________________
- ૧૩
પુસ્તક ૧-લું કેમકે કહ્યું છે કે “તો કાળા વાળ રોણા શાળા પવિ” એટલે “સાંભળવાથી કલ્યાણકારી કાર્યો (સારા રૂપે) જાણે છે, અને સાંભળવાથી પાપકારી કાર્યો (બરાબરૂપે) જાણે છે.”
એટલે કે શ્રુતિ અને શબ્દ દ્વારા થતું જ્ઞાન શ્રુતજ્ઞાન રૂપે પરિણમે છે એ વાતને યથાયોગ્ય પણે વિચારતાં એમ સમજી શકાય છે કે-તીર્થકર જેવાને પણ આદ્ય સમ્યકત્વની પ્રાપ્તિમાં સ્વયંસંબુદ્ધપણું છતાં ગૌણ પણે શ્રવણ જ કારણરૂપ થાય છે. આગમનું મહત્ત્વ કયી રીતે?
અર્થાત્ જિનશાસનમાં પુસ્તકે શાસ્ત્રો-આગમનું મહત્વ અવિછિન્ન પરંપરાએ ચાલ્યા આવતા તાત્વિક પદાર્થોના શ્રવણના અંગ રૂપે (ગૌણ) છે, ખરી મહત્તા તે તેમાંના પૂર્વાપરાવિધી તાત્વિક પદાર્થોની ગુરૂગમથી અવિચ્છિન્ન ધારણાની છે. પ્રાસંગિક રીતે લિપિ અને ભાષાને વિચાર
સૂમરીતિએ વિચારતાં એમ પણ જણાય છે કે
ભગવાન ઋષભદેવજીથી જે કે બ્રાહ્મીલિપિ પ્રવર્તેલી છે અને સર્વ તીર્થકરોના વખતમાં તે લિપિ પ્રવર્તતી રહેલી છે અને ભગવાન મહાવીર મહારાજના વખતમાં પણ તે બ્રાહ્મીલિપિ દેશની જુદી જુદી લિપિઓરૂપે થઈ અઢાર ભેદમાં વહેંચાઈને પણ સમગ્ર આ દેશમાં પ્રવર્તતી હતી, (જુઓ સમવાયાંગ સત્તરમું સમવાય અને પ્રજ્ઞાપના પહેલું પદ) અને તે લિપિને ઉદ્દેશીને અઢારે દેશમાં પ્રવર્તતી ભાષાને અર્ધમાગધી ભાષા તરીકે કહેવામાં આવતી હતી તેથી જ ભાષ્યકારે “અઢારે દેશી ભાષાએ મિશ્રિત ભાષાને જ અર્ધમાગધી” કહેતા હતા, અને તે અર્ધમાગધી ભાષા બ્રાહ્મીલિપિની સાથે જ પ્રવર્તતી હતી (જુઓ પ્રજ્ઞાપના પદ પહેલું).
આ કારણથી જૂનામાં જૂના શિલાલેખે સંસ્કૃત ભાષામાં નહિ પણું અર્ધમાગધી જેવી ભાષામાં જ ઉપલબ્ધ થાય છે, અને વ્યા