________________
२२
આગમજ્યાત
જ નામ છે કે ઇષ્ટ કાર્યની સિદ્ધિને માટે લાયક થવુ, અને તેજ અને અનુસરીને શારીરિક, માનસિક, વ્યાવહારિક, અને ધાર્મિક જેવા વિષયામાં તૈયાર થવું, તેને કેળવણી શબ્દના અથ જાણનારાઓ કેળવાયેલા તરીકે ગણે છે. આમ છતાં પણ કેળવણી શબ્દ વિશેષે કરીને શિક્ષણને લાગુ પડાય છે, અને તેથી શિક્ષિત મનુષ્ય કે જે શરીરમાં કૌવત વગરના હાય, વિચારશક્તિમાં શૂન્ય હાય, વ્યવહાર માટે તદ્દન અનભિજ્ઞ હાય, અને ધનું શ્રદ્ધાન ન હેાય તથા જ્ઞાન પણુ પણ ન હેાય, તા પણ સ્કૂલ, કૉલેજનું શિક્ષણ લઈને ઊત્તીણ થએલ હોય તેને કેળવાયેલા કહેવામાં આવે છે. જગ વ્યવહાર જ્યારે તેવા શિક્ષિતાને જ કેળવાએલ કહે છે તેા આ લેખમાં પણ તેવી જ કેળવણીને ઉદ્દેશીને કાંઈક કહેવામાં આવશે. પરિણમનના આધારે વસ્તુનું સારા-નર્સાપણુ
જગમાં સામાન્ય રીતે દરેક ચીજ સારા અગર ખરામપણે પરિણમે છે. જેના સંચાગેા સારા હૈાય છે તેને સારાપણે પરિણમે છે, અને જેના સચાગે ખરાબ હોય તેને તે ખરાબપણે પરિણમે છે, કોઈપણ મનુષ્ય આ વાતથી અજાણ્યા નથી કે છીપમાં પડેલું સ્વાતિ નક્ષત્રના વરસાદના પાણીનું ટીપું જે મેાતીરૂપ બને છે, ત્યારે તેજ ટીપું લીમડાના ઝાડમાં ગયુ. હાત તા કટુતા રૂપેજ પરિણમત, અને સર્પના મુખમાં પડયું હાત તેા ઝેર રૂપેજ પરિણમત, ધમ શાસ્ત્રની અપેક્ષાએ લઈએ તેા જે દેવ ગુરુ, અને ધમ રૂપી તત્ત્વત્રયી આરાધન કરવાથી ભવ્ય જીવને મેાક્ષ દેનારી થાય છે, તેજ તત્ત્વત્રયી શાસનદ્રોહીઓને વિરાધના દ્વારા દુગતિને દેનારી થવા સાથે સંસારને વધારનારી થાય છે.
તત્ત્વત્રયી સુંદર ખરી ?
આ હકીકત ઉપરથી કાઇ પણ સુન્ન મનુષ્ય એમ નહિં કહી શકે કે જ્યારે તત્ત્વત્રયી સુંદર જ છે, એમ કેમ ગણાય વળી તે તત્ત્વત્રયીના આરાધક થાડાજ હાય અને વિરાધક તેા ઘણાજ હાય, એ