________________
શા
.
પુસ્તક ૩-જુ નને જ્ઞાન તરીકે માની શકાય જ નહિ.
આટલા ઉપરથી સ્પષ્ટ થશે કે કાર્ય દશાના ધર્મથી કારણ દશાનું ધર્મપણું માનવું જ જોઈએ, એમ કહેવું તે નીતિ અને શાસ્ત્રથી વેગળું જ છે. સમ્યકજ્ઞાન-મિથ્યાજ્ઞાનની માર્મિક વ્યાખ્યા
સામાન્ય રીતે જ્ઞાનપણું છતાં પણ સમ્યગ્રજ્ઞાનનું અને મિથ્યાજ્ઞાનપણું ભણનારની અપેક્ષાએ જ થાય છે, છતાં દ્વાદશાંગીનું જ્ઞાન, તે મુખ્યતાએ સમ્યગજ્ઞાન કહેવાય. જો કે તેમાં પણ કાંઈક ન્યૂન દશ પૂર્વ સુધીનું જ્ઞાન તે ભજનાવાલું જ્ઞાન છે, કેમકે તેને ત્યાં સુધી ભણનારે જે સમ્યગ્ગદષ્ટિ હોય તે તે સભ્યપણે પરિણમે છે. તેથી તે જ્ઞાન સમ્યગજ્ઞાન કહેવાય છે અને જે તેને ભણનારે શ્રદ્ધહીન, મિથ્યાદષ્ટિ હોય તે તેનામાં દશ પૂર્વ સુધીનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય
એવી રીતે જે કે કાંઈક ન્યૂન દશ પૂર્વની પહેલાનાં જૈનશાસ્ત્રના જ્ઞાનને પણ સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન એ બેમાંથી ભજના તરીકે ભણનારની અપેક્ષાએ ગણવામાં આવે છે. છતાં પણ સર્વ દ્વાદશાંગીનું જ્ઞાન સામાન્ય રીતે સમ્યગજ્ઞાન જ કહેવાય છે, કારણ કે તેના રચના રાઓએ તે જ્ઞાન હેય. રેય, ઉપાદેયના વિભાગને જણાવવા માટે જ કહેવું છે ને તેવા ઉદ્દેશથી તે શાસ્ત્ર રચાયેલ હોવાથી તેને સમ્યગજ્ઞાન તરીકે ગણવું જ પડે છે.
આ રીતે વેદ, પુરાણ, સ્મૃતિ, રાજનીતિ, વૈદક, તિષ વિગેરેનાં જ્ઞાને વિરતિના કે હેય, ય, ઉપાદેયના વિભાગ જાણવાને અંગે રચવામાં નહિ આવેલાં હેવાથી તેને અજ્ઞાન તરીકે ગણવામાં આવે છે. જો કે તે જ અજ્ઞાનમય શાસ્ત્રોને સમ્યગદષ્ટિ હેય, ય, ઉપાદેયના વિભાગપૂર્વક ગ્રહણ કરે છે તે સમ્યગજ્ઞાનરૂપે પરિણમે, એમ શાસ્ત્રકારે સ્પષ્ટપણે કહે છે. છતાં તેની રચનામાં તેને રચનારને ઉદ્દેશ તે નહિ હોવાથી તથા સ્વરૂપે કરીને પણ તે શાસ્ત્રો તેવાં નહીં હેવાથી તે શાસ્ત્રોને મિથ્યાજ્ઞાનની કેટિમાં મેલવાં જ પડે છે. .