________________
પ્રકાશક તરફથી
સહર્ષોં નિવેદન છે કે પરમાપકારી, વાત્સલ્યસિન્ધુ પૂ. અચ્છાધિપતિ આચાર્ય દેવના નિર્દેશાનુસાર પૂ. આગમ દ્ધારકશ્રીના સાહિત્યનું પ્રકાશન કરનારી અમારી સંસ્થાનું ગૌરવ વધારનાર આ તાત્વિક ત્રૈમાસિકનું પ્રકાશન દેવગુરુ કૃપાએ ત્રણ વર્ષથી થઈ રહ્યું છે. જેને તત્વચિ જીજ્ઞાસુઓએ હાર્દિક રીતે આવકાર્યું છે, તે અમારે
મન આનંદની વાત છે.
આના પ્રકાશનમાં અનેક પુણ્યશાલી મહાનુભાવાના સક્રિય સહકાર મળતા રહ્યો છે. પણ તાત્વિક વ્યાખ્યાનાના પ્રકાશનાને આવ કારનારા તત્વરૂચિ જીવા, અલ્પ પ્રમાણમાં હોય છે. અને ત્રણ વર્ષ'ના અનુભવના તારણ મુજબ તેમજ સહૃદયી કેટલાક માન્ય મહાપુરુષ ના સૂચન પ્રમાણે વિચાર કરતાં એમ જણાય છે કે
ત્રૈમાસિક તરીકે થતું પ્રકાશન પ્રચારના ધ્યેય પ્રમાણે પુરતું સફળ નથી. પરંતુ વર્ષની આખરે ચારે અંકા સાથે બાંધી એક પુસ્તક રૂપે બધા જીવાને પહેાંચાડવાથી પ્રચારની દ્રષ્ટિએ જરા ખામી રહેવા છતાં તાત્વિક પ્રકાશનોની નક્કરતા પ્રતીત કરાવવામાં વધુ સફળતા મળે છે.
તેથી હવે પછી દરેક વર્ષના ચારે અંકો ત્રણ વર્ષમાં આપેલ ક્રમ પ્રમાણેની ગાઠવણી સાથે વર્ષની આખરે દીવાળીએ પ્રગટ કરી જ્ઞાનપચમીના શુભ દિવસે સહે જ્ઞાનપિપાસુઓના હાથમાં પહેાંચતા કરવાના પ્રસ ંગાચિત નિય લેવામાં આવ્યા છે..