________________
નૂ
મન કે કેમ હા + ? ( શ્રી દશવૈકાલિક સૂત્રનું મહત્ત્વ)
આરાધક ભાવની કેળવણી માટે ખૂબ જ ઉપયાગી શાસ્ત્રીય ભાખતાથી ભરપૂર મનનીય લેખ
''
(કેટલાક સુજ્ઞ વાચકેાના આગ્રહથી “ શ્રી સિદ્ધચક્ર ' ( વર્ષી ૩, અંક ૫)માંથી મનનીય આ લેખ ચેાગ્ય સુધારા સાથે આપેલ છે. ૐ)
જૈનજનતામાં દશવૈકાલિક નામનું સૂત્ર સારી રીતે પ્રસિદ્ધ છે, જો કે તે દશવૈકાલિકસૂત્ર જે મુનિમહારાજને માટે શ્રુતકેવલી મહારાજ શ્રીશય્ય ંભવસૂરિજીએ ઉદ્ધયુ છે, તે મુનિમહારાજની દીક્ષાની અને તે સૂત્રને અધ્યયન કરવાની વય માત્ર આઠ વર્ષનીજ છે એટલે કે તે શ્રીદશવૈકાલિકસૂત્રની રચના ચારિત્રને લાયકની જધન્ય ઉંંમરવાળા માટે થયેલી હાઈ તે રચના ઘણી જ ટૂંકીઢાય એ સ્વાભાવિક છે,
તેમજ તે બાળકની આઠ વર્ષની વયે દીક્ષા લીધી ત્યારે આયુષ્યસ્થિતિ વિચારતાં ભગવાન્ શખ્ય ભવસૂરિજીને બાળકનું આયુષ્ય માત્ર છ માસ બાકી છે, એમ માલમ પડયું અને તેથી તેવી આઠ વષઁની ઉંમરે દીક્ષિત થએલા અને માત્ર છ મહિનાના આયુષ્યમાં સયમમાગ'ની આરાધના કરે તે મુદ્દાએ તે દશવૈકાલિક સરખા લઘુસૂત્રની રચના
કરવામાં આવી છે.
એ દશવૈકાલિકસૂત્રને દિગંબરા પણ સર્વાસિદ્ધિ વગેરે ટીકામાં અનંગપ્રવિષ્ટ સૂત્ર તરીકે જણાવે છે, અને તેને પરમમાન્ય શ્રુતસાગરને એક અંશ ગણે છે, છતાં આશ્ચર્યની વાત છે કે દિગંબર મતવાળા આગમાના વિચ્છેદ્ય માનવાની ધૂનમાં તેવા દશવૈકાલિક સરખા નાના અનંગપ્રવિષ્ટ સૂત્રના પણ વિચ્છેદ માનવા તરફ દોરાઈ ગયા છે.
ખારીક દૃષ્ટિથી વિચારનારાઓને તે તે દિગબરા તરફથી દશવૈકાલિકના વિચ્છેદની કહેવાતી વાત તે દશવૈકાલિસૂત્ર હજારો જગે પર હાજર હાવાથી ગપ્પ જેવી જ લાગે, પશુ સ્થૂળર્દષ્ટિથી વિચાર