________________
ononcncncncnoneneincremerenco * જૈન શા સ્ત્રો ની દષ્ટિ એ કે * સ્પર્ધો સ્પેશ્ય વિચાર છે Caereas
waal ( પૂ૦ વ. શાસનપ્રભાવક આ૦ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર જેને જ્ઞાનમંદિર-ઉજજૈનથી આવેલ સામગ્રીના પિટલામાંથી જુના ઘસાએલા અક્ષરમાં થોડા પાનાં મળ્યા હતા, તેને વ્યવસ્થિત કરી સુજ્ઞ વાચકોના હિતાર્થે અહીં આપેલ છે.
ખરેખર વર્તમાન ભૌતિકવાદની કારમી અસર તળે છૂઆછૂતને ભારતનું કલંક હોવાનું જનમાનસમાં રૂઢ કરાઈ રહેલ છે, તેથી કેટલાક જેનધર્મના રહસ્યને નહીં સમજનારાઓ આગમની મામિકતા પર વહેમ કરે છે, તેથી અપૂર્ણ સ્વરૂપમાં પણ મળેલા પૂ આગમશ્રીના આ પ્રશ્નોત્તરો ખરેખર સ્પૃશ્ય-સ્પૃશ્ય વિચાર ઉપર ખૂબ જ સુંદર પ્રકાશ પાથરશે, એ આશાથી જેવા હતા તેવા જ સ્વરૂપમાં સૌથી પ્રથમ વાર પ્રકટ કરાય છે. સં. )
પ્રશ્ન ૧-શું જૈન શાસ્ત્રોમાં વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા છે ?
ઉત્તર-હા! જૈન શાસ્ત્રોમાં વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા છે, જેના માટે મુખ્ય આગમ આચારાંગ સૂત્ર (પહેલું અધ્યયન નિર્યુક્તિ કલેક ૧૯)માં આ પ્રમાણે અધિકાર છે
पक्का मणुस्सगाई, रज्जुप्पत्तीई दो कया उसहे । तिण्णेव य सिप्प-वणि, सावय धम्मम्मि बत्तारि ॥
–શ્રી આચારાંગ નિયુક્તિ ગા. ૧૯ અર્થ-જ્યાં સુધી ઋષભદેવ ભગવાન રાજા થયા ન હતા ત્યાં સુધી માત્ર એક જ મનુષ્ય જાતિ હતી.
પણ જ્યારે યુગલીયાઓની વિનંતિ અને નાભિ કુલકર પિતાની સંમતિથી ઋષભદેવ રાજા થયા એટલે રાજ્યની ઉત્પત્તિ થઈ. તે