________________
આગમત નામની ટીકા (ગા. ૬, પા. ૩૧)માં સમ્યક્ત્વના અતિચારમાં સર્વત્ર વિયવ થવા લખીને મનુસ્મૃતિ અને મિતાક્ષરી સ્મૃતિ(!)ના પાઠ આપીને લખ્યું છે કે, “વિવેકી આત્માઓએ જ્ઞાનીઓની નિંદાને સર્વથા પરિહાર કર."
આ સંબંધમાં સમજવું કે ચામડું, વાલ અને શરીરને મેલ વિગેરે વસ્તુ અપવિત્ર હોવા છતાં વ્યવહાર આશ્રયી પવિત્ર-અપવિત્ર મર્યાદા બને છે, જેમ કે ચામડું અપવિત્ર હોવા છતાં નગારાનું ચામડું પવિત્ર ગણીને મંદિરમાં રખાય છે. વાળ અપવિત્ર છતાં ચમરી ગાયના પુછડાના વાળના ચામરે મંદિરમાં ઉપયોગમાં આવે છે, અને કસ્તુરીયા મૃગની નાભિને મેલ તે કસ્તુરી તે પણ મંદિરના પવિત્ર સ્થાનમાં ઉપયોગમાં આવે છે.
એટલે વસ્તુ માત્રની પવિત્રતા કે અપવિત્રતા કેવળ વ્યવહાર ઉપર આધાર રાખે છે, એવી જ રીતે જૈન ધર્મમાં જાતિને ભેદ નહીં તેવા છતાં હરિજને સાથે વ્યવહારથી સ્પૃશ્ય-સ્પૃશ્યની મર્યાદા હોવાથી એ વ્યવહાર ન થાય તેમાં કાંઈ અયોગ્ય નથી. ફક્ત તે આત્માઓનું અપમાન કેઈએ કરવું જોઈએ નહીં, પણ માનવતા સાચવવી જોઈએ.
હવે શાસ્ત્રીય ઉલ્લેખ વાંચવા છતાં કઈ પણ ભાઈને એમ થાય કે તમે સ્પર્શ નથી કરતા, તેથી તેમનું ભયંકર અપમાન થયું, એમ અમે માનીએ છીએ તેવા ભાઈને હું પુછું છું કે આપણી માતા, બહેન અને પત્ની ત્રણ દિવસ ઋતુધર્મ પાળે એટલે અંતરાયમાં દૂર બેસે તે વખતે આપણે ત્રણ દિવસ સુધી સ્પર્શ નથી કરતા, તે શું માતા બહેન વગેરેનું ભયંકર અપમાન કર્યું એમ માનશે? નહીં જ, તે પછી હરિજન સંબંધમાં ઉપર પ્રમાણે માનવાને શું કારણ છે? તે વિચારવું.
પ્રશ્ન ૪-પૂર્વકાળમાં ભિન્ન ભિન્ન જાતિવાળા જેન ધર્મ સ્વીકારતા હતા, તે આજે સ્વીકારે તે શું વધે છે તે જ હરિજન જૈન ધર્મ સ્વકારે તે શું વાંધે છે?