________________
આગમજયોત ૨૩ જે મુનિરાજે આઠ વર્ષ જેવી લઘુવય છતાં પણ છ માસમાં
સંયમની યથાસ્થિત આરાધના કરી, તે મુનિરાજને મનક મનાફ
કેમ કહેવાય? ૨૪ જે મુનિરાજને છ માસમાં યથાસ્થિત સંયમની આરાધના થવા
માટે શ્રીશષ્યભવ આચાર્ય સરખા પુત્રવત્સલ પિતાએ પુત્ર
તરીકેની જાહેરાત ન કરી,એ મુનિરાજને મનફ મનાક કેમ કહેવાય? ૨૫ જે મુનિરાજની લઘુ અને લઘુપર્યાયે આરાધના થએલી
હેવાથી શય્યભવ આચાર્ય સરખા ગ્રુતકેવલી મહારાજને પણ આશ્ચર્યની સાથે આનંદના આંસુ આવે, તે મુનિરાજ મનક
મના કેમ કહેવાય? ૨૬ જે મુનિરાજની અજ્ઞાતગુરુપુત્રપણાની સ્થિતિને જેમના કાળ
પછી જાણીને યશોભદ્રસૂરિજી વગેરે સમર્થન આચાર્યાદિકેને પણ વૈયાવચ્ચ વિગેરે કરવાને લાભ ન મળે તેમાં પશ્ચાત્તાપ થાય, એ મુનિરાજને મનકર્મના કેમ કહેવાય?
૨૭ જે મુનિરાજને આચાર્ય મહારાજ શäભવસૂરિજી સરખાએ છે
માસ સુધી અભ્યાસ કરાવે, છતાં તે અભ્યાસનું શાસ્ત્ર જે દશવૈકાલિક તે સૂરીશ્વરજી પાસે સતત સેવામાં રહેવાવાળા શ્રો થશેભદ્ર મહારાજ વિગેરેને પણ જાણવામાં ન આવ્યું અને તેને અભ્યાસ છ માસ સુધી કરાવ્યું અને કર્યો, એ મુનિરાજ
મનક-મના કેમ કહેવાય? ૨૮ જે મુનીરાજના છ માસ જેટલા ટુંક સમયમાં આરાધનાપૂર્વક
કાળધર્મ થયા પછી તેને માટે ઉદ્ધરેલા દશવૈકાલિકનું સંહરણ કરવાને માટે શય્યભવસૂરિને વિચાર શ્રીયશોભદ્રસૂરિ વિગેરે શમણુસંઘે વિનંતિ કરી રેકી દીધે, એ મુનિરાજ મનફ-મનાકુ કેમ કહેવાય?