________________
પુસ્તક ૩-જુ
૩૧ આપવું, યાવત્ વગર બેલાવ્યા તેની સાથે બેલવું, તે પણ શ્રદ્ધાળુ એને કમબંધનું કારણ છે, તે પછી જેઓ આશ્રવને અને પાપબંધનનાં કારણોને સંવર, નિર્જરા, ધર્મ, પુણ્ય, અને મોક્ષનાં કારણે તરીકે પ્રરૂપવા તૈયાર થાય, તેવા વર્તમાન જમાનામાં સાધુના વેષને ધારણ કરનારા હોય તેટલા માત્રથી કેમ પૂજ્ય ગણી શકાય? મિથ્યાત્વના લીધે સાધુ વેષની પણ અવંદનીયતા
યાદ રાખવાની જરૂર છે કે, મહાવીર મહારાજના નિર્વાણ પછી થએલા નિë સાધુવેષધારી હતા, પંચમહાવ્રત પાળતા હતા, વિગેરે સમગ્ર સાધુની ક્રિયા કરતા હતા, છતાં શ્રી જિનેશ્વર મહારાજના સત્ય અને શુદ્ધ શાસનને અનુસરવાવાળા આચાર્યાદિ સકલ સંઘે તેઓને દૂર જ કર્યા. જો કે વર્તમાન કાળમાં તેવા અતિશય પ્રતાપી કે પૂર્વધર મહાત્મા નથી અને તેથી કેઈ એક પદાર્થ ઉત્થાપે કે વિપરીત પ્રરૂપણ કરે તેવાને નિવ તરીકે જાહેર કરી, નિહાની કેટિમાં બેસાડી શકાય નહિ તે પણ શાના સ્પષ્ટ પાઠેને ઉથલાવી તેના ઉલટા અર્થો કરે અને ઘાતકીપણું પ્રવર્તાવે તથા અનાચારને શાસ્ત્રના નામે પિષણ આપવા તૈયાર થાય, તેવાઓને મિથ્યાષ્ટિ ગણવા, એ તો દરેક શાસ્ત્ર જાણનાર અને શ્રદ્ધાવાળા મનુષ્યની ફરજ છે. સદુપયોગ અનુમોદનીય પણ અર્થ-કામ પ્રશંસાપાત્ર નથી
વાચક વર્ગ આ ઉપરથી એમ શંકા ન કરવી કે ગૃહસ્થવર્ગ અર્થ-કામના શિક્ષણમાં તૈયાર થયે હશે તે તે ધર્મને ઉદ્ધાર કરશે. શ્રીમાન વિમલશા મંત્રી, તેમ જ વસ્તુપાલ, ભામાશા વિગેરે પૂર્વ કાળના સદ્દગૃહસ્થ અર્થ-કામના બેડલાથી સંપન્ન હેવાને લીધે જ તીર્થાદિકનાં ઉત્તમ કાર્યો કરી શકાય છે, તેવી રીતે વર્તમાન કાળના ગૃહસ્થ પણ અર્થ, કામ રૂપી જુગલની શક્તિવાળા હશે તેજ ધર્મને દિપાવશે અને તેની ઉન્નતિ કરશે. માટે ગૃહસ્થોના અર્થ અને કામ પુરુષાર્થની સંભાળ સાધુઓએ કરવી જોઈએ અને તેમ