________________
પુસ્તક ૩-જુ
૩૩ ઔષધ ન લેતે હોવાથી મિષ્ટાનને ત્યાજ્ય ગણવા છતાં માતપિતા મિષ્ટાન સાથે દવા આપે છે. તેવી જ રીતે ભવ્ય જીવ પણ અનાદિકાળની પરિગ્રહસંજ્ઞાની વાસનાને લીધે પરિગ્રહ અને તેનાં સાધન તરફ જ લાગેલું રહે છે અને તેથી જ તેનાં સાધને તરફ જ લાગેલે રહે છે અને તેથી જ તેના કારણભૂત વ્યવહારિક શિક્ષણ લેવા માટે તત્પર થાય છે. તે તેવા ને ધાર્મિક શિક્ષણ નિરંતર અને લાઈનસર આપવા માટે મહાત્માઓ વ્યવહારિક કેળવણીને જેડે તેમાં નિષેધ કરતા નથી.
એમ ન કહેવું કે મહાત્માઓના ઉપદેશને અનુસરવાવાલા શ્રદ્ધાળુ છે શા માટે એકલા ધાર્મિક શિક્ષણને આપનારી, શાળાઓ કાઢતા નથી? નહિ હેવાનું કારણ એ જ કે જ્યારે વ્યવહારિક શિક્ષણ વિના એકલું ધાર્મિક શિક્ષણ આપી શકાય છે, અને તેમાં ભવ્ય છે રસથી જોડાય છે, ત્યાં ત્યાં એકલી ધાર્મિક શિક્ષણ આપનારી પાઠ. શાળાઓ કરવામાં આવે છે, પણ ત્યાંની શિક્ષણની અનિયમિતતા, ત્રુટિ અને વૃદ્ધિને અભાવ દેખીને જે ખર્ચમાં ઘણી ધાર્મિક પાઠશાળાએ નભાવાય, તેજ ખર્ચમાં તે પાઠશાળાઓ કરતાં ઘણાં છોકરાઓને સંગીન, નિયમિત અને નિરંતર ધાર્મિક શિક્ષણ મળે એવા હેતુથી વ્યવહારિક શિક્ષણને સાથે જોડીને ધાર્મિક શિક્ષણ આપવાની યોજના કરવામાં આવે છે.
વ્યાવહારિક કેળવણું સ્વામિત્વની અપેક્ષાએ ગ્રાહ્ય બને છે !
આ વાત સ્પષ્ટપણે સમજીશું તે એમ કહેવામાં આંચકે નહિ આવે કે શ્રદ્ધાળુ વર્ગ ભલે વ્યાવહારિક કેળવણીની સાથે ધાર્મિક કેળવણી આપે છે, પણ તેમાં તેઓને ઉદ્દેશ માત્ર ધર્મ કેળવણીને જ હોય છે. આવી રીતની ધાર્મિક કેળવણી જ્યાં મુખ્ય ભાગ ભજવતી હેય, તેવી વ્યાવહારિક કેળવણીને સ્વામિત્વની અપેક્ષાએ નહિ કે સ્વરૂપની અપેક્ષાએ આપણે સાચી કેળવણી કહી શકીએ.