________________
પુસ્તક ૩-જુ
ઈત્યાદિ સંસ્કારો જે સંસ્થાના વિદ્યાથીઓમાં દેખાતા હોય, તેવી સંસ્થાને જ સાચી કેળવણી આપવાવાળી સંસ્થા કહી શકાય.
આવી કેળવણવાળી સંસ્થામાં રહેનાર વિદ્યાથીઓ ધર્મને અંગે જે નિયમે તે સંસ્થામાં પાળવા પડે તેને આશીર્વાદ સમાન ગણે.
તે વિદ્યાર્થીઓને સ્વપ્નમાં પણ ગુરુની સેવા અરૂચિને કરનારી ન હેય, ધર્મ પ્રવર્તન બંધનરૂપ ન લાગતું હોય, પિતે ધર્મ કરવાથી મનુષ્ય જન્મનું સફલપણું ગણતા હોય અને બીજાઓ ધર્માચરણ કરતા હોય તેઓને મદદગાર બને. ઉપસંહાર
વાચક વર્ગ નિષ્પક્ષપણે જે વિચારશે તે સાફ સાફ જણાઈ આવશે કે ઉપર કહેલા લક્ષણવાલા વિદ્યાર્થીઓ જ સાચી કેળવણી લેનારા છે એમ માની શકાય, અને તેવા વિદ્યાર્થીઓને જે વ્યવહારિક જ્ઞાન થાય તે પણ સમ્યગ્ર જ્ઞાન છે. એમ કહી શકીએ અને તેથી જ તેવાઓને મદદ આપવી, અગર તેવી સંસ્થાઓને ઊભી કરવી, કે વધારવી તે ધર્મિષ્ઠને માટે પણ લાયક ગણાય. સાચી પરિસ્થિતિ | દિલગીરી સાથે જણાવવું પડે છે કે જેને તરફથી કંઈ વર્ષોથી કંઈ સંસ્થાઓ ચાલે છે. અને તેમાં લાખ રૂપિયા ખર્ચાયા છે, છતાં પણ તેમાંથી ઉપર જણાવેલા લક્ષણવાલા વિદ્યાર્થીઓ ભાગ્યે જ નીકળેલા છે. ઘણા ભાગે તે તેનાથી વિપરીત લક્ષણવાળા ઉત્પન્ન થએલા જોવામાં આવે છે. મંગલ કામના - તેથી તેવા વિપરીત લક્ષણવાળા વિદ્યાર્થીઓ ઉત્પન્ન કરનારી સંસ્થાઓ તરફ અણગમો દેખાડી સારા લક્ષણવાળા વિદ્યાર્થીઓ ઉત્પન્ન થાય તેવી રીતે તે સંસ્થાઓને ચલાવવા માટે તેના અધિકારીઓની ઉપર ફરજ પાડવી, એ જૈન સંઘનું પહેલામાં પહેલું કર્તવ્ય છે, એમ હું સમજું છું.