________________
પુસ્તક ૩-જુ સ્વાભાવિક જ છે, તે પછી તત્વત્રથી ઘણુ નું અકલ્યાણ કરનાર થઈ માત્ર ચેડા જીનુંજ એનાથી કલ્યાણ થયું, તે ઘણા જીવોનું નુકસાન કરનાર અને ચેડા જીવોને ફાયદો કરનાર એવી તત્વત્રયી સુંદર કહેવાય જ કેમ? તવત્રયીની સુંદરતાનું રહસ્ય
આના ખુલાસામાં એ સમજવું જોઈએ કે તત્વત્રયીને પ્રાદુર્ભાવ જીવોને તારવાને માટે જ કરવામાં આવેલ છે, અને તેની આરાધના કરનારાઓને જ ઉદ્દેશીને તેને ઉપદેશ કરવામાં આવેલ છે. છતાં કેઈક નિર્ભાગ્ય જીવો તેની વિરાધના કરે અને દુર્ગતિમાં રખડે તેમાં તત્ત્વત્રયીને ઉદ્દેશ ન હતો. સૂર્યના ઉદ્યોતથી કાંટાથી બચવાનું થાય છતાં આંખ મીંચીને ચાલનાર મનુષ્ય કાંટાથી બચે નહિ, અગર આંખના રોગવાળા મનુષ્યની આંખ મીંચાય અને તેથી તે કાંટે ન દેખતાં તે કાંટામાં જઈ પડે તેમાં સૂર્યનું અસુંદરપણું કહેવાયજ નહિ. કેળવણું સુંદર ગણાય?
ઉપર જણાવેલી હકીકતથી કેળવણીનું પણ સુંદરપણું માનવું એ સ્વાભાવિકજ થશે, કારણ કે જે શિક્ષિત મનુષ્ય ધર્મની શ્રદ્ધાવાળે નહિ હોય, પરમેશ્વરનાં શાસ્ત્રોને ન માનતે હોય, ત્યાગી અને સત્યવક્તા ગુરૂ મહારાજના ઉપદેશ તરફ લક્ષ્ય ન રાખતો હેય, તે પાપથી કે દુર્ગતિના ડરવાળે નહિ થાય, એ વાત ચોક્કસ છે. અને જે મનુષ્ય પાપ અને દુર્ગતિથી ડરવાવાળે નહિ થાય તે મનુષ્ય તપસ્યાને પીડા અને સંયમને ભેગવંચના ગણનારે થયા સિવાય રહેશે નહિ
તેથીજ તેવા મનુષ્યનું શિક્ષણ જગતને શ્રાપ સમાનજ થશે. કારણ કે જુઠ્ઠા દસ્તાવેજ કરનારાએ, જુઠ્ઠી સાક્ષી પૂરનારાઓ, જુઠ્ઠા કેસે ઉભા કરનારાઓ, બેટી સહી કરનારાઓ, બેટા સિકકા બનાવનારાઓ, રંડીબાજે, શરાબપોરે અને લાંચ રૂશ્વતખેરે યાવત ચાર અને જુગારીઓ પણ અશિક્ષિત હતા જ નથી. તે પછી ધાર્મિક શિક્ષણ અને શ્રદ્ધાવાળા મનુષ્યોને મળતા શિક્ષણ સિવા