________________
૫૮
અગમત
તરફ પુત્રવત્સલતા અંશે પણ દેખાડી શકતા ન હતા. એટલું જ નહિ પણ તેવાઓ તરફ ઉદાસીન વૃત્તિથી રહેવાની સ્થિતિ પણ ભરત મહારાજા રાખી શકતા ન હતા, અને તેથી જ મરીચિકુમાર પરિષહને લીધે સાધુપણું પાળવા હિંમત હારી ગયા છતાં ઘરે પિતાજી ભરત મહારાજાને શરણે જઈ શક્યા નહિ.
વર્તમાનમાં પણ શાસનપ્રેમીઓ એવા જ હોય છે કે ચારિત્રથી પતિત થનારા સાથે કોઈ પણ જાતને લેવડદેવડ કે શેઠનેકરપણાને સંબંધ રાખતા નથી. જો કે કેટલાક શાસનપ્રેમીપણાના રંગમાં
કેમાં દેખાવ દેનારા એવા પણ હોય છે કે જેઓ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારથી દીક્ષાથી પતિત થએલાઓને પિતાનું આખું તંત્ર સેપે છે અને તેવા પતિ દ્વારા જ શાસનને સઢ ચઢાવવા માગી શાસનના ધુરંધર પુરુષથી વહેતા સત્ય માર્ગમાં તે ધુરંધર પુરુષો ઉપર ઈષ્યનલને દાવાગ્નિ વરસાવવાને બંધ કરાવી, તેવાઓના પેટ ભરાય છે. સંયમથી પતિત થનારાની ફરજ આ શાસ્ત્રકારના વચન મુજબ તે દ્રવ્ય દીક્ષાથી પતિત થએલા મનુષ્ય જન્મભૂમિ, દીક્ષાભૂમિ અને વિહારભૂમિને ત્યાગ કરીને અન્ય સ્થાને રહેવું શાસનની શોભા ઈચ્છવાવાળા માટે હિતાવહ છે, અને સંયમ પતિતપણને અંગે પોતાના આત્માની અધમતા માનતા અને જણાવતા રહેવા સાથે સંયમમાર્ગમાં સંચરતા સંયમીઓનું બહુમાન ગણુતા અને પ્રકાશતા રહેવું જોઈએ, પણ આ વસ્તુસ્થિતિ તેઓમાંજ હેય કે જેઓ સંયમથી પતિત થયા છતાં પણ સમ્યક્ત્વથી પતિત ન થએલા હોય તેમને માટે જ શાસ્ત્રકારોએ જણાવેલી છે, તેથી તેવી જ સ્થિતિવાળા માટે તે ગ્યા હોય અને ઈતર સ્થિતિવાળા ઈતર માર્ગ ગ્રહણ કરે અને કરાવે તેને બદલે શું કહી શકાય?
તત્વમાં એટલું જ કહેવાનું કે ચક્રવત મહારાજા ભરત તેવા પતિતેના પડછાયે પણ નહિ જવાવાળા હેવાથી મરીચિકુમાર પિતાને શરણે જઈ શક્યા નહિ.