________________
૨૮
આગમજ્યોત
સ્થાપના નિક્ષેપ ન માનનારાઓની મદશા
અહીં વિચારણીય બાબત એ છે કે દુનિયાના પુસ્તક, ઘડિયાળ આદિ પદાર્થો કે એવા આદિ ધાર્મિક ઉપકરણમાં ચાર નિક્ષેપ માનવા જ પડે, તે વિના વ્યવહાર અટકી પડે, એટલે માન્યા વિના છુટકે નહીં, તેથી માને છતાં શ્રી તીર્થકર દેવપ્રભુના સ્વરૂપની ઓળખાણ માટે ચાર નિક્ષેપાની વાત આવે ત્યારે ભડકી ઉઠે, ને કહે કે સ્થાપના નિક્ષેપ અને માન્ય નથી. આમ કહેનારા આપણા સ્થાનકવાસી ભાઈઓ કેમ એટલું વિચારતા નહીં હોય કે વસ્તુના સ્વરૂપના અંગભૂત આકારને જણાવનાર સ્થાપના નિક્ષેપ અમાન્ય કેમ?
જેમ નામને જણાવનાર નામ નિક્ષેપ, કારણાવસ્થા ભૂત-ભવિષ્યની અવસ્થાને જણાવનાર દ્રવ્યનિક્ષેપ, અને કાર્યાવસ્થા-વર્તમાનકાલીન અવસ્થા જણાવનાર ભાવ નિક્ષેપ માન્ય છે તે વસ્તુના આકારને જણાવનાર સ્થાપના નિક્ષેપ કેમ માન્ય નહીં ???
ચેપડીમાં લેખકને ફેટે, સુધારનારને ફેટે, પૈસા આપનારને ફેટે હોય તેને વધે નહીં. વધે આવે ફક્ત ભગવાનના ફોટા સામે! આમ કેમ!
તેમની સભામાં શ્રેતા તરીકે જનારાઓમાં કેઇના કપાળે મહાદેવનું આડું ટીલું હોય તે વધે નહીં. પણ કો'ક પીળા ચાંલ્લાવાળા શ્રાવકને જુએ કે એમને કંઈનું કંઈ થઈ જાય? અને ઝટ ખંડન શિલિમાં ઉતરી જાય !
આ શું અભિનિવેશનું તેફાન નથી?
તેમના સાધુ કાળ કરી જાય તે તેની પાલખી કરે, ઠાઠથી કાઢે છે તે જડ શરીર, છતાં તેના આડંબર કરે પણ પ્રભુ પ્રતિમાની પૂજા-ભક્તિ એમને ખૂચે !
ટુંકમાં કહેવાની વાત એ કેદુનિયાના કોઈ પણ પદાર્થની ટુંકી પણ માહીતી આપવા માટે