________________
પુસ્તક ૨-જુ ચારિત્ર સંબંધી જૈન-જૈનેતરની માન્યતા
જૈનેએ ચારિત્રને આત્માનું સ્વરૂપ માન્યું છે, તેને આવનાર મેહનીયના ઉદયથી અવિરતિ અને તેમાંથી હિંસા આદિ વાતે ઉપજે, આ રીતે હિંસા આદિના ત્યાગની મહત્તા કર્તવ્ય રૂપે પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાની ફરજ રૂપે માની છે.
જ્યારે જૈનેતરાએ, અવિરતિના પાપને રોકવાની વાતને ખ્યાલ જ નહીં હોવાથી, અહિંસા આદિનું પાલન કરવાથી ધર્મ થાય, પુણ્ય બંધાય એ રીતે અહિંસા આદિનું મહત્વ માનેલ છે.
આ પાયાને ફરક છે. જૂઓ ! ચોથા અધ્યયનમાં આ વાત વિચારાઈ ગઈ છે. હું તમને પૂછું કે-જૈન-જૈનેતરમાં ફરક છે? કેસરને પીળો ચાંલે કરે તે જૈન ! બીજા નહીં? કેસરનું તિલક તે માત્ર ઓળખાણ માટે છે, તે કઈ વસ્તુનું સ્વરૂપ નથી, જેમ કે તે તે દેશની પાઘડી તે તે દેશની ઓળખાણ માટે છે, તે રીતે જૈનત્વની ઓળખાણ માટે તિલક છે. હૈયામાં વસેલા જૈનત્વ વીતરાગ પ્રભુની આજ્ઞાના સ્વીકાર રૂપે કરાતા તિલકથી. ઓળખાય છે.
હકીકતમાં જૈનત્વ તિલકમાં નથી. કેસરમાં નથી, પણ અંતરંગ માન્યતાઓના સાચા ઘડતરમાં જૈનત્વ છે. તિલક અંતરના ઘડતરને સૂચવનારું છે.
અર્થાત્ જેને “org વંસ જેવ” જીવને જ્ઞાનસ્વરૂપ, દશન સ્વરૂપ ચારિત્રસ્વરૂપ માને છે.
આ ઉપરથી સ્વરૂપ તરીકે જ્ઞાન દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપગ માને તે જૈન, એ વ્યાખ્યા ફળિત થતી હેઈ ચેતના સ્વરૂપની જેમ ચારિત્રને પણ જીવનું મુખ્ય લક્ષણ માનવું તે જૈનત્વના પાયામાં જરૂરી છે.