________________
પુસ્તક ૨-જુ
આવા એક આર્યસમાજ વિદ્વાન કરેલી ગામે આવ્યા, વિદ્વત્તા અને બાહ્ય આડંબરથી અંજાઈને ગામના લેકેએ ગામ વચ્ચે ચબૂ તરે તેમનું ભાષણ ગઠવ્યું. આર્યસમાજી પંડિત અવસર મલ્યા જાણી ઉપદેશમાંથી ખસી જઈને મૂર્તિપૂજાના ખંડનમાં ઉતરી ગયે, અને શ્રીકૃષ્ણ જેવા મહાપુરુષની છડેચોક નિંદાત્મક ભાષણ કરવા માંડયો.
સમજુ માણસોએ પંડિતને સમજાવ્ય ખંડનમાં પણ વિવેક જાળવવા ઘણું સમજાવ્યું, પણ પંડિતે તે માઝા મુકી.
એટલે સમય ચતુર વૃદ્ધોએ એક ગધેડાને લાવી તેની પૂંછડે દયાનંદ સરસ્વતીની છબી બાંધી છેકરાઓને શીખવાડી ગધેડાને ઉશ્કેરી પાછલા પગની લાતે દયાનંદ સરસ્વતીની છબીને વાગે તે રીતે સરઘસ કઢાવ્યું.
તે જોઈ પંડિતનું મન ઘણું નારાજ થયું કે મારા પૂજ્ય ગુરૂ દેવનું ભયંકર હડહડતું અપમાન ગામના લેકેએ કર્યું.
તુર્ત પિોલિસ સ્ટેશને જઈ ફરીયાદ કરી, અધિકારીએ ગામવાળાને બોલાવ્યા. બંને પક્ષની વાત સાંભળી પંડિતજીએ કહ્યું કે ગામવાળાઓએ મારી લાગણી દુભાવી છે.
ગામવાળા કહે કે કેમ? પંડિતજી કે બોલ્યા મારા ગુરૂદેવને ગધેડાની લાત ખવડાવી માટે. ગામવાળા કહે કે-કક્યાં છે તમારા ગુરૂદેવ ? આ તે છબી છે! પંડિતજી હવે શું બેલે? પિલિસ અધિકારીએ કહ્યું કે–તમે મૂર્તિ-ફટાને તે માનતા જ નથી, તેથી તમે આજે તમારા ભાષણમાં મૂર્તિ પૂજાનું ખંડન કરતાં રામ-કૃષ્ણ જેવા મહાપુરુષની કેટલી પેટ ભરીને નિંદા કરી.
તે ગામવાળાની લાગણી દુભાઈ નહિં હાય! ? ઉલટ કેસ તમારા પર થયે થે જોઈએ. માટે સીધે-સીધા પિટલાં–બચકાં લઈ હાલતા થઈ જાઓ!
વિદેશી છે તમે એટલે રહેમ પર તમોને છેડી દઉં છું નહીં તે ગુન્હેગાર તમે છે.”