________________
આગમત તેથી જ પાંચ સમિતિમાં રત્નત્રયીની સાધના માટે કરવી પડતી પ્રવૃત્તિનું બંધારણ દર્શાવ્યું છે. આજ્ઞાની મુખ્યતા
ચાલવું-બોલવું આદિ પ્રવૃત્તિ એકાન્ત હેય નથી તેમ ઉપાદેય પણ નથી. આજ્ઞા એ મુખ્ય લક્ષ્ય છે. ઈર્યાસમિતિ પૂર્વક રત્નત્રયીની સાધનાના લક્ષ્યથી ચાલવું તે આજ્ઞા છે, એ રીતે ભાષા સમિતિ પૂર્વક રત્નત્રયીની સાધનાના લક્ષ્યથી બોલવું તે આજ્ઞા છે.
આ રીતે દરેક ક્રિયાઓ માટે સમજવું. આનું નામ સ્વાદુવાદ, જે અપેક્ષાથી વિધાન હોય, તે અપેક્ષાથી ન હોય તે નિષેધ, જે અપેક્ષાથી વિધાન તે અપેક્ષાથી ન હોય તે વિધાન. આ રીતની વ્યવસ્થા સ્યાદ્વાદ દ્વારા જ્ઞાનીઓએ દર્શાવી છે. સ્યાદ્વાદ એટલે?
સ્યાદ્વાદ એટલે ઘડીકમાં હા, ઘડીકમાં ના. અગર જેનું વિધાન તેને નિષેધ, એમ પરસ્પર વિરોધાભાસરૂપ કેટલાક સમજે છે. તે તેમની અણસમજ છે. ખરી રીતે જિનશાસનની મર્યાદાઓને ધ્યાનમાં રાખી અપેક્ષાનું રહસ્ય એગ્ય રીતે સમજવું જોઈએ.
એટલે આ અધ્યયન પાલન કરવાની દષ્ટિએ આચારકૃત, ત્યાગ કરવાની દષ્ટિએ અનાચારકૃત અને પરસ્પર એક બીજાના બંને પૂરક હેઈ ઉભયની દષ્ટિએ આચારાનાચારકૃત પણ કહી શકાય.
અધ્યયનના આ નામ પૈકી આચાર અને શ્રુતના અને અનાચારના નિક્ષેપ કેવી રીતે કેટલા પડે છે? તેના સ્વરૂપમાં શું રહસ્ય છે? વગેરે અધિકાર સાથે આ સંબંધી વધુ વિવેચન અગ્રે વર્તમાન.
પ્રકાશક : શ્રી આગદ્ધારક ગ્રંથમાળા વતી શાહ રમણલાલ જેચંદભાઈ
કાપડ બજાર, મુ. કપડવંજ. મુદ્રક : શ્રી. જ્યતિ દલાલ, વસંત પ્રિ. પ્રેસ, ઘીકાંટા રોડ,
ઘેલાભાઈની વાડી, અમદાવાદ