________________
આગમત
આ સંસારમાં દરેક આત્મા અનાદિકાળથી રખડી રહ્યો છે. રખડતાં રખડતાં કઈ ભાગ્ય યોગે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા છે અનાદિ સૂક્ષ્મ નિગોદમાં આ આત્મા અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરમાં અનંત જેની સાથે રહ્યો છે. અનંતા જીવે એકઠા થાય ત્યારે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું સૂક્ષ્મ શરીર બનાવી શકે. સાથે ઉપજવાનું, સાથે આહાર, અને સાથે જ શ્વાસોશ્વાસ એમાંથી અમુક સંખ્યાવાળા આગળ વધી શક્યા બાકી બધા એમ જ રહ્યા.
એક કંપની એક લાખ ભાગીદારની એમાંથી ૯૯૯૯ દેવાળું કાઢે અને એક જ શાહુકાર રહે. એ જે રીતે નસીબદારી હોય ત્યારે બને. તે રીતે આપણે મનુષ્ય ભવમાં આવ્યા તે પણ ઉત્કૃષ્ટ પુરૂષાર્થના બળે જ ! ભવિતવ્યતા એટલે?
જે વખતે આપણે અનંતકાયમાં હતા, ત્યારે મનુષ્યપણું, ત્રણપણું, કે બાદરપણું શી ચીજ હતી એને ખ્યાલ ન હતે. બસ, બાદર કે મનુષ્યપણાને જાણ્યા વિના એને વિચાર શી રીતે આવે, અને વિચાર આવ્યા વિના મેળવવાની ઇચ્છા તે ક્યાંથી? કાર્ય માલુમ ન હોય તે એના કારણની ઈચ્છા ન હોય અને કારણ અમલમાં ન મુકાય ત્યાં સુધી કાર્ય થાય નહીં. સામાન્ય નીતિકારોને પણ એ નિયમ છે કે-કારણ સિવાય કાર્ય થતું નથી. અનાદિ નિગદમાં અજ્ઞાનપણું હતું. કાર્ય-કારણ જાણતા ન હતા એની ઈચ્છા ન હતી. છતાં મનુષ્યપણું શી રીતે મળ્યું આપણને ? એ એક ખૂબ જ ગંભીરપણે વિચારવા જેવી બીના છે.
શાસ્ત્રકારે કહે છે કે એનું નામ જ ભવિતવ્યતા એ ભવિ તવ્યતાના જોરે એકની કાર્યસિદ્ધિ થઈ બાકીના પડયા રહ્યા. ભવિતવ્યતા શાસ્ત્રકારોએ ક્યાં રાખી? લાકડીને ટેકાથી ચાલવાનું કેને? આંખો હોય અગર કેડ ભાંગેલી હોય અને યુવાન મનુષ્ય લાકડીને ટેકીને ચાલે તે હાંસી થાય. જેને કારણની સામગ્રી નથી એવાને માટે જે ભવિતવ્યતા રાખી છે, તે મનુષ્યભવ આર્યક્ષેત્ર