________________
પુસ્તક ૩-જુ
૧૭ કરતાં ૨ પંચેન્દ્રિય-મનુષ્યપણમાં ભવિતવ્યતા લઈ આવી. એકેન્દ્રિયથી ઠેઠ મનુષ્યપણા સુધી લાવવામાં ભવિતવ્યતા સિવાય આપણને સહાયક ન હતું. પરંતુ જેમ આંધળાને બીજે દેરે તો ભા, પણ દેખતાને દરે તે અપમાન અને તિરસ્કાર જ થાય, તેમ મનુષ્યપણું પામ્યા પછી ભવિતવ્યતા રૂપ લાકડી પકડવા જઈએ તે બેવકુફ જ બનીએ. માટે મનુષ્ય ભવને સદ્ઉપયોગ કરવાની જરૂર છે, જાનવરનું પાપ ખવાય, મનુષ્યનું પુણ્ય
શાજકારે કહે છે કે આ મનુષ્ય જન્મ કે? દુઃખનું ય કારણ આરાધના નહિ કરતાં વિરાધના કરનારને આ મનુષ્ય ભવ જ દુઃખનું કારણ છે. વધારે પાપકર્મ કેણ બાંધે? એકી સાથે અનંત સંસાર ભેળે કરે, એવા તીવ્ર પરિણામ પશુ કે તિર્યંચને નથી. નરક નિગોદાદિ આવનાર તીવ્ર કર્મબંધ મનુષ્યભવને લીધે બને છે. મનુષ્ય ભવને સદુઉપગ ન થાય તે તે ખરેખર ખરાબ છે.
આ દષ્ટિએ શાસ્ત્રકારે કહે છે કે-ધર્મની આરાધના નહિ કરનાર મનુષ્ય કરતાં તિર્યંચ થયે હોત તે સારે હતો. તિર્યચપણમાં અકામ નિર્જરાથી પાપ ભગવ્યું અને અહિં મનુષ્યપણું પુણ્ય યોગે મળ્યું તે ખવાયું, “જાનવરને પાપ ખવાય, મનુષ્યને પુણ્ય
ખવાય” પશુને અકામ નિજાથી દેવલેક મળે, મનુષ્યપણાના દુરૂપયોગથી નરકાદિ મળે. મનુષ્યપણને દુરૂપયોગ કર્યો તે પુણ્યને ક્ષય છે અને પાપનું ઉપાર્જન છે. એટલા માટે નવયક, સર્વાર્થ સિદ્ધ કે મુક્તિ પર્વતના સુખને અપાવનાર મનુષ્યભવને દુઃખનું પણ કારણ શાસ્ત્રો કહે છે.
તલવાર પણ શત્રુ કે ચોરને ભગાડનારી અને પિતાનું રક્ષણ કરનારી ક્યારે બને? મુઠીએથી પકડે ત્યારે! અણીએથી પકડેલી તલવાર હાથ કપાવે, ગળું કપાવે અને માર ખવડાવે. તલવાર એ જ! પણ યથાગ્ય ઉપયોગ ન કર્યો તે રક્ષકને બદલે ભક્ષક થઈ તે