________________
પુસ્તક ૨-જુ
તપ, સંયમ, વૈરાગ્ય આદિ અનેક ઉચ્ચકેટિના સાધને હતા. તીર્થકર નામ કમની નિકાસના કરી છે, તે આરાધનામાં કસર તે મનાય જ કેમ! પણ આ એક વાતમાં ચુક્યા તે શું થયું? મિથ્યાત્વ અને સ્ત્રી-વેદ જેવી નિષ્કણ ચીજો પલે પડી.
પૂર્વે જણાવી ગયા તેમ સો વખત સાચવ્યું પણ એક વાર ગફલત કરી તે ચીજ આખી ખલાસ! સંયમના પંથે બીજી બધી તકેદારીઓ પૂબ જ રાખવા છતાં પણ હું આગળ વધું પણ બીજાને પાછળ રાખીને ! આ દુર્ભાવનાએ મલ્લિનાથ પ્રભુના જીવને પણ મિથ્યાત્વના રવાડે ચઢાવી દીધા.
તીર્થકર બનનારા પુણ્યાત્માની ભાવના કેટલી આદર્શ—ઉચ્ચ હેય કે “સવિ જીવ કરૂં શાસનરસી” તે સહવર્તી સાધુઓ આગળ ભલે વધો પણ મારા જેટલા નહીં, હું તેમનાથી આગળ રહું–આટલી એક સો મણ દુધપાકના કડાયામાં જરાક સેમલ જેવી કાતીલ ભાવનાએ કે ભાંગડે વાટો કે તીર્થંકર નામ કર્મ બાંધવાની સાથે અનંતકાલ ન બને તેવી અઘટિત ઘટના રૂપ સ્ત્રી વેદને પણ બંધ પડ્યો. શ્રી મલ્લિનાથ પ્રભુના જીવની મનેદશાનું રહસ્ય
બીજી એક વાત સમજવા જેવી એ છે કે એ પુણ્યાત્માના મનમાં સાથેના છ શેઠીયા-મિત્ર સાધુને ડુબાડવાની કે એઓ ધર્મ ન કરે તે સારૂં એવી ભાવના ઉગી પણ નથી–પણ તેઓ બધા સંયમ પંથે ખૂબ આગળ વધે, એ ભાવનાથી જ તે પિતે પ્રેરણા કરી બધાને સાથે લઈ દીક્ષા લીધી. અને સંયમી જીવનમાં પણ વિવિધ જાતની પ્રેરણા આપી પિતે તે રીતે તેઓને આગળ વધારવા પ્રયત્ન કરે છે. છતાં પતે તેમનાથી કંઈક ઉંચા રહેવાની ઘેલછા ને આધીન બન્યા કે આ બધા ૯૯ સુધી વધે ને હું ૧૦૦ થઉં એક ટકે પણ આ બધા મારાથી પાછળ રહે.
આ ભાવનાએ એવું નિકંદન કાવ્યું કે છઠે ગુણ ઠાણેથી પટકાયું તે ઠેઠ મિયાત્વમાં–તેમાં પણ અત્યંત નિકૃષ્ટ સ્ત્રી વેદ બંધાયે.