________________
૪૪
આગમત
એટલે ચારિત્ર ગુણને રોકનાર હિંસાદિ પ્રવૃત્તિ રોકવા કરાતા પચ્ચખાણ તે નવા ધમર તરીકે નહીં પણ આત્માના ગુણ તરીકે કરવાના.
દુનિયામાં માણસ આપવાનું કામ બે રીતે કરે છે, એક તે દેવું ચુકવતું હોય છે. એક દાનધર્મરૂપે આપે છે.
દાનધર્મ રૂપે દેવું તે મરજીયાત છે. પણ દેવું ચુકવવા રૂપે દેવું તે ફરજીયાત છે.
જૈનત્વના મર્મને પીછાણનારે એટલું સમજી શકે કે પચ્ચ૦ એ આત્માના ગુણ રૂપ ચારિત્ર ધર્મને લાવનાર માટે ફરજીયાત છે, પોતાનું દેણું ચુકવવા રૂપે કરવાનું છે. એમાં કંઈ ભલાઈનથી કરવાની. જેને પચ્ચને વૈકલ્પિક કર્તવ્ય માને છે
જ્યારે જેનેતરની ધારણા મુજબ તે પચ્ચથી ધર્મ થાય, પુણ્ય થાય એટલે મરજીયાત થયું. પુણ્ય ધર્મની જેને અપેક્ષા હોય તે પચ૦ કરે, બીજાને શી જરૂર ? તેથી જ જુઓ! અન્ય દર્શનીઓને ત્યાં એક કલેક પ્રસિદ્ધ છે કે
"न मांसभक्षणे दोषो, न मद्ये न च मैथुने । ___ प्रवृत्तिरेषा हि भूतानां, निवृत्तिस्तु महाकला ॥" એટલે કે હિંસા-જુઠ આદિ એ જગતની પ્રવૃત્તિ છે, બંધ કરવામાં આવે તે તે વધુ ફળદાયી છે.
શું થયું? હિંસાદિ પાપોને ત્યાગ ફરજીયાત નહીં પણ નિવૃત્તિ કરે તે ફાયદે ખરે!
આ રીતે જેનેતરો પચ્ચને કરણીય માનવા છતાં તેના પર વધુ ઝોક ન આપી શક્યા, કેમ કે આત્માના સ્વભાવ રૂપ ચારિત્ર ગુણની માન્યતા તેઓની જાણમાં નથી.
જેનેએ તે “૪ સંત જેવ” (નવતત્વ ગાથા ૬)થી ચારિત્રને-મહાવ્રત-વ્રત-પચ્ચને આત્માને ગુણ માની પચ્ચને ફરજીયાત મૌલિક કર્તવ્ય રૂ૫ માન્યું છે.