________________
પુસ્તક ૨-જુ કર્મગ્રંથની દષ્ટિએ પચ્ચતની ઉપાદેયતા
કર્મ સિદ્ધાંતની દષ્ટિએ પણ જુઓ! જ્ઞાની ભગવતે શું જણાવે છે.
અનંતાનુબંધીના ઉદયે સમ્યકત્વ પ્રાપ્ત ન થાય. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયે શ્રાવકપણે પ્રાપ્ત ન થાય. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયે સાધુપણું પ્રાપ્ત ન થાય, અને સંજવલન કષાયને ઉદય અપ્રમત્તભાવ વીતરાગતાથી વંચિત રાખે.
તે આ રીતે સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને વિતરાગતા એ આત્માને ગુણ છે તે તેને આવરીને આત્માને તે તે ગુણેથી વંચિત રાખનારા આ કષાયે છે. કષા ચંડાલ ચેકડી કેમ?
ખરેખર! જગતમાં ચાર દુષ્ટ માણસે ભેગા થઈ કર જના ઘડી ભલા માણસને મુશ્કેલીમાં મુકવા દાવ ગોઠવે તે તે ચંડાલ ચેકડી કહેવાય છે.
તે રીતે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખાનાવરણ અને સંજ્વલન આ ચાર કષાયની ચેકડીને પણ પરમાર્થદર્દીઓએ ચંડાળ ચેકડી કહી છે. " કેમ કે આ ચેકડીના કષાયે પણ અજર, અમર, સિદ્ધ, બુદ્ધ, અને શુદ્ધ સ્વરૂપી પણ આત્માને સ્વરૂપ ભ્રષ્ટ કરી ચોરાશી લાખ નિના ચક્કરમાં રખડાવે છે. તેથી આ કષા ચંડાલ ચેકડી કહેવાય છે.
આ ચંડાલ ચોકડી બધું રમણ-ભમણ કરનારી છે. આ નિર્ધાર થવું જરૂરી છે. તે જ આત્મા ધર્મ માર્ગો ઉપગ જાગૃત રાખી આગળ ધપી શકે.
આત્માના મૌલિક ગુણ તરીકે ચારિત્ર ગુણની માન્યતાના પાયા પર જ ધર્મ આરાધના ટકી શકે છે.