________________
પુસ્તક ૧-લું વિહારીઓનું સન્માન સહન થવું મુશ્કેલ પડે છે અને ઈર્ષ્યાના આવેશમાં તેઓ સંવેગીના આચારને શાસ્ત્રથી વિરૂદ્ધપણે જણાવવા કે લેકેને આચરવા ગ્ય નથી અગર માયાચાર છે વિગેરે કહી સન્માર્ગની નિંદા કરે છે, અને પિતાની પાસે સન્માર્ગ શ્રવણ કરવાની બુદ્ધિએ આવેલા મુમુક્ષુ જીવેને તે સંવેગીઓના સન્માર્ગથી દૂર રાખવાનાજ સતત પ્રપંચે કરે છે, એટલું જ નહિ પણ પિતાના અંગીકાર કરેલા અનાચારે શાસ્ત્રથી વિરૂદ્ધ અને ભદધિમાં ડૂબાડનારા છતાં તે અનાચારને સદાચાર તરીકે ગણાવવા મહેનત કરે છે. મરીચિની આદર્શ સંવિગ્ન-પાક્ષિકતા
વેષધારી પાસત્યાદિની આવી સ્થિતિને જાણનારો અને વિચારનારો મનુષ્ય સમજી શકે છે કે-મરીચિકુમાર પરિવ્રાજક થયે છતાં પણ જે સન્માર્ગની જ મહત્તા છેતા આગળ સ્પષ્ટપણે જાહેર કરે છે અને શ્રેતા શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરૂચિવાળે થઈને જ્યારે ઉચ્ચતમ માર્ગે આવવા માટે તૈયાર થાય અને તે મરીચિ પરિ. વ્રાજકની પાસેજ ત્યાગ માગ ગ્રહણ કરવા માગે તે વખતે જે આ મરીચિ યથાર્થ પ્રરૂપણ અને પરોપકારની પરમ કેટિએ ન પહચેલે હોત તે જે સ્થિતિ મરીચિએ જાળવી તે સ્વને પણ બીજાથી જાળવી શકાય નહિ.
પ્રાચીનકાળની હકીકતને તે આ લેખક કે વાચકને અનુભવ ન હોય તે સ્વાભાવિક છે, પણ વર્તમાનને વર્તાવ જોતાં કેઈપણ સ્થાન એવા વર્તાવવાળું જોવામાં આવ્યું નથી કે આવવાને સંભવ પણ નથી કે જે મનુષ્ય ત્યાગી થયા પછી ત્યાગમાં તેને યથાર્થ રીતે ન પાળી શકે છે અને પિતાની અશક્તિના કે પતિત પરિણામના કારણથી સાધુપણાના શુદ્ધ આચારને ન પાળતાં હીન આચારપણાને પાળતે હય, છતાં શાસ્ત્રમાં કહેલા સંવિગ્ન પાક્ષિકોની માફક શુદ્ધ માર્ગની જ પ્રરૂપણ કરે એટલું જ નહિ પણ અંગુલિનિર્દેશ કરી અન્ય મહાપુરુષને જ મહાપુરુષ તરીકે ઓળખાવે.