________________
પુસ્તક રજુ જન્મ-મરણની અનાદિતા બુદ્ધિગમ્ય છે
તમે જેમ અનુભવ વડે ધૂમાડા ઉપરથી અગ્નિનું અસ્તિત્વ સ્વીકારે છે, તે જ પ્રમાણે અનુભવ વડે તમારે અનાદિની વાત પણ સ્વીકાર્યું જ છૂટકો છે! અહિ એક સર્વસાધારણ ઉદાહરણ ધ્યાનમાં લે! | એક ઘઉને દાણે છે. એ ઘઉંને દાણે કે વાગ્યે તે તમે જાણતા નથી ? એ કયા ખેતરમાં ઉગે તેની તમને માહિતી નથી ! એને કયા ખેડુતે વાળે, તેને કેણે પાણી પાયું, તેની આગળ શી વિધિ થઈ? તે કાંઈ પણ તમે જાણતા નથી! પણ તે છતાં તમારે એ ઘઉંનું ભટકવાનું પણ અનાદિકાળનું છે એ ઘટના સ્વીકારવી જ પડશે. - કેમ કે એ દાણે છે તે એટલી પણ ચક્કસ વાત છે કે તેને અંકુર હતો ! અને જે અંકુર હતું તે એ વાત પણ તેટલી જ સ્પષ્ટ છે કે એ અંકુરને જન્માવનારું બીજ પણ હતું જ ! આમ અંકુરમાંથી બીજ અને બીજમાંથી અંકુર એ ઘટમાળને આગળ ને આગળ લંબાવતાં તમારે એક અનાદિકાળ સુધી ચાલ્યા જવું જ પડશે.
અંકુર અને બીજ તથા બીજ અને અંકુર પરસ્પર એક બીજાને જન્મ આપે છે, એનું જ નામ પરસ્પર કાર્યકારણ ભાવ છે. બીજ વગર અંકુર નથી અને અંકુર વગર બીજ નથી એટલે અહિ એવો પ્રશ્ન કેઈ ઉપસ્થિત કરે કે ભાઈ! અંકુર પહેલ કે બીજ પહેલું ? તો એ પ્રશ્ન કેવળ હાસ્યાસ્પદ ઠરે છે ! બીજ હતું તે અંકુર થયે! પણ બીજી તરફ એ પણ યાદ રાખો કે અંકુર હતો તે જ બી થઈ શક્યું.
સ્થિતિ તમારી સામે એ આવીને ઉભી રહે છે કે તમારે અંકુર અને બીજી પારસ્પરિક પરંપરા અનાદિકાળની છે એવું જ માનવું પડે છે. પ્રત્યક્ષ તે ધાન્યને એક દાણે જ જે છે, તે પણ તે છતાં તમે બુદ્ધિ અને અનુભવથી એની પરંપરાને અનાદિ માને છે, એ જ પ્રમાણે કર્મ અને આત્માની પરંપરા પણ તમારે અનાદિકાળથી માનવી જ પડે છે.