________________
૪.
આગમત કર્મની પ્રત્યક્ષ સાબિતી
જગતમાં તમે નિહાળે છે કે એક જન્મથી સુખી છે. બીજે જન્મથી દુઃખી છે, એક જન્મથી નીરોગી છે, બીજે જન્મથી રાગી છે, એક જન્મથી ડાહ્યો છે, બીજે જન્મથી ગડે છે.
હવે વિચાર કરે કે જે કર્મ જેવી ચીજ જ ન હોય તે આ જગતમાં આવા ફેરફારે શા કારણથી દષ્ટિમાં આવે છે? માકુભાઈ જન્મે છે લાખે પતિને ઘરે; અને ત્યારથી જ લાખોના માલિક ગણાય છે જ્યારે કાકુભાઈ જન્મે છે ભિખારીને પેટે, અને ત્યારથી જ ભિખારી મનાય છે? માકુભાઈ લાખ રૂપિયા ક્યાં કમાવા ગયા હતા? તેમણે આ સઘળી સંપત્તિ ક્યાંથી પ્રાપ્ત કરી? - રેગિણને પેટે જન્મનાર નિરોગી હોય છે અને નિરોગીને પેટે જન્મના રોગી હોય છે. આ બે માંથી એકને નિરોગી અને બીજાને રેગી કે સના?
આથી માનવું જ પડશે કે જેમ ઘઉંના દાણાના મૂળ રૂપે કંઇક છે, તે જ પ્રમાણે મનુષ્યજન્મના મૂળ રૂપે પણ કંઈક છે જ ! અને આ “કંઈક” તેનું જ નામ “કર્મ." કર્મ અને જન્મની અનાદિતા
હવે આગળ ચાલે! કર્મ અને જન્મ આ બે વસ્તુઓ છે, એ આપણે નક્કી કર્યું.
આપણે એ વાત પણ કબુલ રાખી લીધી છે કે જન્મ અને કમ પરસ્પરાવલંબી છે અને તેમની વચ્ચે કાર્ય–કારણભાવ રહેલો છે. એને અર્થ એટલે જ ઘટાવી શકાય છે કર્મના મૂળમાં જન્મ છે અને વળી જન્મના મૂળમાં કમ છે! અર્થાત જેમ ઘઉંને દાણે અને અંકુરની પરંપરા આપણે અનાદિની માની છે તે જ પ્રમાણે આ જન્મ અને કર્મની પરંપરા પણ અનાદિ જ છે એમ પોતાની મેળે જ સાબિત થાય છે!
(ક્રમશઃ)
બાલા !