________________
૧૦.
આગમત તેથી જ જ્ઞાનીઓએ સકળ જગતના જીનું એકાંત કલ્યાણ કરનાર ધર્મના નિરૂપણ કરનારનું વ્યક્તિત્વ જણાવતાં ફરમાવ્યું છે કે- જેના એક રૂંવાડે પણ રાગને રંગ, દ્વેષને દાવાનળ અને અજ્ઞાનને અંશ નથી, તેવા મહભાગ લેત્તર મહાપુરૂષે જ ધર્મનું યથર્થ સ્વરૂપે વર્ણવી શકે છે.”
એટલે દષ્ટિરાગવાળે મનુષ્ય વસ્તુના પ્રામાણિક વિચાર ન જ કરી શકે. વીતરાગ તરફ દષ્ટિરાગીનું વિચિત્ર વલણ
આવા વિષમ દષ્ટિરાગવાળાને જ વીતરાગ પ્રભુ એકાંત હિતકર સત્ય માર્ગ બતાવનારા પણ વિપરીતપણે ભાસે છે.
ખરી રીતે તે દુનિયાના વ્યવહારમાં તે એમ દેખાય છે કે કેઈની પાસેથી કઈ ચીજ મેળવવી હોય તે તેને રાજી કરે પડે, જેમકે-નાના છોકરા પાસેથી કઈ ચીજ મેળવવું હોય તે તમે તેને સમજાવો. બુચકારે, પંપાળે છેવટે ધમકાવે કે છેલ મારે એટલે રાગ-દ્વેષને આકાય લીધા વીના કેઈ ચીજ મેળવાતી નથી.
આ રીતે વિશિષ્ટ સત્તાધારી માણસ પણ રાજી થઈ જાય તે શિરપાવ આપે, નારાજ થઈ જાય તે દેહદંડ આદિ કરે.
અર્થાત્ જગતમાં કંઈ પણ ફલની પ્રાપ્તિ રાગ-દ્વેષ વિના થતી નથી.
આમ છતાં વીતરાગ દેવ પરમાત્મા સ્વયં રાગ-દ્વેષથી સર્વથા શૂન્ય છતાં જગતના ને એકાન્ત હિતકારી ધર્મની મામિકતા સમજવાનું અદ્ભુત ફળ પ્રાપ્ત કરાવે છે.
આવા અચિંત્ય ગુણસંપન્ન વીતરાગ પ્રભુને પણ દષ્ટિરાગના દૂષણથી દૂષિત બુદ્ધિવાળા જ અનુચિત દષ્ટિથી જુએ! આ ખરેખર દષ્ટિરાગને પ્રભાવ છે !!!
पन्नगे च सुरेन्द्रे च, कौशिके पादसंस्पृशि। निर्विशेषमनस्काय, श्री वीरस्वामिने नमः ।।