________________
આગમત પ્રાસંગિક બાલદીક્ષાનું રહસ્ય
ઘણી વાર સારી ચીજ કથનીમાં હેય છે, કરણીમાં નથી હોતી તે તેની સાચી કિંમત સમજાતી નથી. જેમ કે બાલમુનિઓને જોઈને કેટલાક એમ કહેવા તૈયાર થાય કે દીક્ષા સારી, પણ આ નાના બાળકે શું સમજે?
તે આ કથન પાછળ દીક્ષાની વાત કથનીમાં જ છે. કરણીમાં ઉપાદેય તરીકે ઉતારવા જેવી માની નથી માટે આવું બોલાય છે.
વ્યવહારમાં લગ્ન કરાય છે તે લગ્ન કરનારે નાની કે કાચી ઉંમરને પણ હય, લગ્ન એટલે શું? અને લગ્નની જવાબદારી કેટલી ? લગ્ન કર્યા પછી ભરણ-પોષણની કેટલી જવાબદારી માથે આવશે? એ બધું સમજતું નથી હોતે તે પણ લગ્નનું મહત્વ કરણી રૂપે સમજાએલ હોઈ ત્યાં કઈ એમ નથી બોલતું કે હે હૈ! આ નાના બાળકે લગ્નમાં શું સમજે? આદિ.
દીક્ષા માટે તે નાની–કે કાચી ઉંમરમાં દીક્ષા આપતાં ધ્યાન રખાય છે કે બાળક કેણ છે? જૈનકુળમાં જન્મેલ છે, કે કેમ? કે જેને ગળથુથીથી સંસ્કાર એવા મળ્યા છે કે અમારા સાધુ સ્ત્રીને ન અડે. કઈ પણ બાળક સાધ્વીને અડશે નહીં, તેમ જ કેઈ બાલિકા સાધુને અડશે નહીં, અડી જવાય તે પાપ લાગશે એવી ધારણા કુળ સંસ્કારથી ઘડાયેલા હોય છે.
એ રીતે ગોરજી- જતિને રેલગાડી-મેટરમાં ફરતાં જેવા છતાં નાનું બાળક પણ કુળ સંસ્કારોથી સમજે કે ના! આ મહારાજ નથી! આ તે ગોરજી છે. અમારા મહારાજ તે ગાડી–મોટરમાં ન બેસે. - આ રીતે કુળ સંસ્કારથી પાયાની સમજણ હોય જ છે? તે પછી દીક્ષા તેને આપવામાં શું વાંધો હોય? લગ્નમાં જવાબદારીનું ભાન બધાને ય છે?
લગ્ન કરવાની વખતે નાના બાળકને ભરણ-પોષણની જવાબદારીને ખ્યાલ પણ નથી હોતે ! પરણ્યા પછી કંઈ વાંધે પડે કે