________________
પુસ્તક ૨-જું
ખરેખર! સમજુની સાનને પણ ગુંચવી નાંખનાર દષ્ટિરાગની આ બધી વિચિત્ર માયા છે!!! દષ્ટિરાગ શી રીતે જમે છે?
તેમ થવાનું કારણ એ છે કે-ઈન્દ્રિયેથી ચાલતા પ્રત્યક્ષ વ્યવહારમાં તે મતભેદ ન હોય, પણું જરા લાંબા ગાળાના વિચાર પૂર્વક કે અમુક ગણત્રીથી વ્યવહારને સવાલ આવે એટલે ભિન્ન ભિન્ન અભિપ્રાયે અવનવા મતભેદે ઉપજવાનો સંભવ છે.
લૌકિક રીતે પણ જૂઓ! બજારમાં સીધા-સાદા વેપારમાં લેવડ– દેવડની રીતમાં કંઈ મતભેદ જેવું ન હોય, પણ જરાક લાંબા ગાળાની વાત આવે ત્યારે હાજર માલમાં કે વાયદામાં અગર તેજી-મંદીમાં જુદા જુદા મત વેપારીઓના થઈ જાય !
તે રીતે પુણ્ય–પાપ વગેરેની બાબતે અતીન્દ્રિય છે, તે સંબંધી વિચારે જરા લાંબા ગાળાના છે, એટલે તેમાં બુદ્ધિવાદના ડોળાણ અને મતાગ્રહની ગૂંચથી મતભેદની જાળ શું થાય તેમાં નવાઈ નથી! પુણ્ય-પાપ તુ કેમ નથી ફળતા?
વળી પુણ્ય-પાપ જીભ પર મુકેલ સાકર કે કરીયાતાની જેમ મીઠા-કડવા સ્વાદની માફક સારા-ખાટા ફળને તુર્ત આપતા નથી, કેમકે પાપ-પુણ્યનાં ફળ તાત્કાલિક મળતા હોય તે દુનિયામાં કોઈ પાપ કરી શકત જ નહીં. - વ્યવહારમાં પણ ગુને કર્યો કે તરત સજા નથી મળતી, વ્યવસ્થિત કાયદેસર કામ ચાલ્યા પછી સજા મળે છે. વચગાળામાં વકીલની મદદથી ગુ કરનાર સજામાંથી કદાચ બચી પણ જાય છે, કેમકે વકીલે એ ધંધે લઈને જ બેઠા છે કે “સરકારની સજામાંથી છૂટવું હેય તે અહીં આવે! ભલે જુઠાણું હેય પણ નાણાં કોથળી સાવધાન રાખે અને અહીં આવે.”
વકીલે કંઈ આવી જાહેરાતના પાટીયા નથી ચડતા, પણ તેમની વર્તણુકથી લેકે સમજી જ જાય કે “સરકારની સજામાંથી છુટવું