________________
પુસ્તક ૧-લું
૫૭ ૮ ભગવાન મહાવીર મહારાજના સમયે અભૂતપૂર્વ અદ્વિતીય સન્માન કરવાની દષ્ટિએ સન્માન કરવા તૈયાર થએલા દશાર્ણભદ્ર મહારાજાની ચક્ષુ, ઇંદ્ર મહારાજની અનુપમ સમૃદ્ધિ દેખીને મીંચાઈ ગઈ, અને અનુપમતા જાળવવા માટે દીક્ષા લીધી. આ દીક્ષા દ્રવ્યચારિત્રરૂપ તે વખતે હતી, છતાં તેને વિરોધ ત્રિલોકનાથ તીર્થ કરે
કર્યો નથી.
ઉપર જણાવેલી હકીકતથી એમ માનવું અગ્ય નહિ ગણાય કે “ભગવાન તીર્થ કર દેના હાથે દ્રવ્યદીક્ષા ન થાય એમ નહિ.” મરિચિની દીક્ષા દ્રવ્યદીક્ષા નથી
જે કે મરીચિકુમારની દીક્ષા સમ્યક્ત્વ રહિત તે નથી, કેમકે નિર્યુક્તિકાર ભગવાન ભદ્રબાહુસ્વામીજી સ્પષ્ટ શબ્દોમાં મરીચિના ભવમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયેલી જણાવે છે, અને તેથી તે મરીચિને દીક્ષા પર્યાય સમ્યગ્દર્શનરહિતપણાને લીધે દ્રવ્ય દીક્ષારૂપ ગણાય તેમ નથી કદાચ ઉત્તરકાળે બાધ થવાની અપેક્ષાએ કે દીક્ષા લેતી વખત પ્રતિબંધના ભિન્ન કારણે જણાવવાને લીધે કદાચ સમ્યકત્વ ન માની દ્રવ્યદક્ષા માનીએ તેટલા પૂરત જ આ ઉપર વિચાર જણાવેલ છે. મરીચિની ખાનદાની
એવી રીતે દક્ષિત થયેલા મરીચિકુમારને અસ્નાનાદિક પરિષહનું સહન ન થવાથી શ્રમણનિગ્રંથના સુવિહિત માર્ગથી ચલાયમાનપણું થયું. આવી રીતે ચલાયમાન થયેલી અવસ્થામાં પણ તેઓ પિતાને ઘેર ભરત ચક્રવતી પાસે જઈ શક્યા નહિ. ટીકાકાર મહાશયે આ બાબતમાં કારણ સ્પષ્ટપણે ભારતની લજજાનું જ જણાવે છે.
પિતાને પુત્રવત્સલપણને જગપ્રસિદ્ધ અવિચળ સ્વભાવ છતાં પણ ભરત મહારાજા જેઓ કેમરીચિના પિતા હતા, તેઓ પારલેક વિરૂદ્ધ એવાં કાર્યો આચરીને સ્વયં આત્માનું અહિત કરનારાઓ