________________
પુસ્તક ૧-લું
વળી ટાળવાના પ્રયત્ન છતાં અવિધિ લાગી જતી હોય તે પણ ધર્માનુષ્ઠાન છેડવું નહિ, કેમકે
अविहिकया वरमकयं, उस्सूयवयणं पयन्ति गीयत्था । पायच्छित्तं नम्हा, कर लहुयं अकए गुरुयं ॥१॥
એવી શાસ્ત્રની પ્રસિદ્ધતમ ગાથાને ન ગણકારતાં કેક કેક તે ગાથાને અનુસાર દેવાતા ઉપદેશને અવિધિ પંપાળવાને ઉપદેશ ગણી સ્વછંદપણે બેલે, એટલું જ નહિ પણ અવિધિ ટાળવાને સ્પષ્ટ ઉપદેશ છતાં પણ જેઓ શાસ્ત્રને ખોટે પાઠ રજુ કરી આકસ્મિક કર્મોદયે થતી અવિધિની જગે પર અવિધિસ્થાપનને પાઠ આપી લેકેને ભરમમાં નાખે તેવાઓના કથનની કિંમત શી? આપવાદિક રીતિએ પણ રસ્તે ચાલતાં ઉપદેશની સફળતાનું બીજ
અહિં વસ્તુતઃ અવિધિ કહે કે અપવાદ કહે ગમે તે કહો પણ કેટલાક ગ્રંથકારોના જણાવવા પ્રમાણે સુવિહિત-શિરોમણિએ માર્ગમાં ચાલતાં ઉપદેશ આપી શ્રીનયસારને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવ્યું છે તે ઉત્તમ કાર્ય થયું છે એ સંબંધી કઈ પણ શાસ્ત્રકારે ભિન્ન મત જણાવ્યું નથી.
સુવિહિત-શિરોમણિએમાંથી જે સુવિહિત શિરોમણિએ શ્રી નયસારને જે ધર્મોપદેશ આપી સમ્યકત્વરૂપી મહત્તમ ગુણ (જે કે અનંત કાળે પણ પ્રાપ્ત થ દુર્લભ છે તે) પમાડયો હશે, તે ઉપદેશ દેવાદિક તત્વે અને જીવાદિક પદાર્થોના સ્વરૂપ વિગેરેને જણાવનાર જ હવે જોઈએ, અને તે તત્વ અને પદાર્થ સંબંધી ઉપદેશ લાંબા વાકય પ્રબંધથી હેય એ અસંભવિત નથી, કેમકે તેવા લાંબા વાક્ય પ્રબંધ વગર તેવા ત કે પદાર્થોની ઓળખાણ તેવા અપરિચિત વિધમીને સહેજે થઈ શકે નહિ. અને તેવી એળખાણ થયા વિના સર્વ પદાર્થોની શ્રદ્ધા ઉત્પન્ન કરનાર સર્વ દ્રવ્યપર્યાય વિષયક શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ શ્રી નયસાર મેળવી શકે નહિ.