________________
આગમત આ હકીકત વિચારતાં સુવિહિત-શિરોમણિએને સાર્થમાં લેળવવા માટે નયસાર ઘણા ગાઉ સુધી દૂર ગએલે જોઈએ એમ માનવા તરફ સહેજે આપણું મન દેરાય, અને જો એ વાત માનીએ તે ઘણું ગાઉ સુધીની મુસાફરી કરીને પણ સુવિહિત– શિરેમણિઓને સાર્થની સાથે ભેળવી દેવાની પરોપકાર વૃત્તિ જે જાગી, તે તેમના આત્માની સ્વાભાવિક પરોપકારનિરતતાને દર્શાવવા માટે ઓછી ઉપયોગી નથી.
આવા પરોપકારનિરત મનુષ્યને સાધુ પુરુષને સમાગમ થાય, અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તે કેઈ પણ પ્રકારે આશ્ચર્યકારક નથી.
આ રીતે નયસારના ભવમાં એક સમ્યક્ત્વના પ્રસંગના જણાવેલા વૃત્તાંતથી આપણે મહાવીર પરમાત્માનું પરોપકારનિરતપણું જાણું શકીએ, પણ મહાવિદેહ સરખા ક્ષેત્રમાં જ્યાં લાખો પૂર્વનું આયુષ્ય છે ત્યાં તેમની આખી જિંદગીમાં તે પિતાની પરોપકારનિરતતાની ટેવને અંગે ક્યા કયા પક્ષકારના કાર્યો સમ્યકત્વ પ્રાપ્તિ પહેલાં અને પછી પણ કર્યા હશે તેને શાસ્ત્રોમાં શ્રી નયસારના ભાવ સંબંધી બીજા વૃત્તાંત આવતા નથી. નયસારની પરહિતનિરતતાને પરિચય
જો કે શ્રી ગુણચંદ્રસૂરિજીના મહાવીરચરિત્રમાં માતાપિતાએ શ્રી નયસારને નીતિના વર્તન સંબંધી ઉપદેશ આપે છે, પણ માર્ગ દર્શન વિગેરેના વૃત્તાંત જેવું શ્રી નયસારનું બીજું કંઈ સચેટ વર્ણન તેમની પરોપકારવૃત્તિની ટેવને દર્શાવવાવાળું નથી એ ચોક્કસ જ છે, તે પણ જરૂર એમ માનવું પડે છે કે તેવી પોપકારવૃત્તિની ટેવ તેમને હેવાથી લાંબા આયુષ્યના જીવનમાં અનેક પરેપકારના કાર્યો કરેલાં જ હોવાં જોઈએ.
આ ઉપરથી તે નયસારને આત્મા કે જે ત્રિલોકનાથ ભગવાન મહાવીર મહારાજને જીવ છે, તે બીજાના ઉપકાર તળે દબાયા સિવાય બીજાના ઉપકારમાં લીન રહેવારૂપ પ્રતિનિરત હતું એમ માનવું જ વ્યાજબી છે.