________________
પુસ્તક ૧-લું
૫૩ અંગે જ ભગવાન મહાવીર મહારાજાએ નિશ્ચિતપણે પડવાવાળા એવા હાલિકને દીક્ષા દેવડાવી છે.
જો કે આ ઉપરથી કેઈએ એવું સમજવાની ભૂલ ન કરવી કે સામાન્ય જ્ઞાનવાળા માટે પણ બધા નિશ્ચિત પતિત થનારાઓ દીક્ષા દેવા લાયક છે, કેમકે સામાન્ય જ્ઞાનવાળાઓ જેઓને ભવિષ્યની સુંદરતાને નિશ્ચય નથી તેમ ભવિષ્યના પ્રતિપાતને પણ નિશ્ચય નથી જ.
આમ છતાં મરીચિ આદિકની થએલી દીક્ષા ઉપરથી એટલું તે જરૂર નિશ્ચિત થાય કે ચારિત્ર ગ્રહણ કરીને જેઓ તે ચારિત્રથી પતિત થાય છે, તે ચારિત્ર લેનારા કે તેને ચારિત્ર દેનારા પ્રથમથી જ પાપના ભાગી હતા કે ઉન્માર્ગે પ્રયાણ કરનારા હતા એમ કહેનારાઓ માર્ગથી વિમુખ છે, એમ કહેવામાં અસતપણું તે નથી જ.
૨ ગુણઠાણાની પદ્ધતિ અને પરિણતિ સમજનારા વિચક્ષણ આ વાત તે સારી પેઠે સમજે છે કે કેઈપણ કાળે કેઈપણ તીર્થમાં કેઈપણ સાધુ મુહૂર્ત (બે ઘડી) કરતાં અધિક કાળ છસ્થ છતે. અપ્રમત્તપણે રહી શકે નહિ.
(જો કે ભગવાન મહાવીર મહારાજને પ્રમાદકાળ અને ભગવાન રૂષભદેવજીને પ્રમાદકાળ અનુક્રમે અંતર્મુહૂર્ત અને અહોરાત્ર કહેવાય છે, પણ તે નિદ્રાપ્રમાદની અપેક્ષાએ જ માત્ર જણાવેલ સમજો. ગુણઠાણની અપેક્ષાએ તે તે મહાપુરુષોને પણ અંતમુહૂર્ત પરાવર્તન સમજવું.)
અર્થાત અંતમુહર્તથી અધિક જીવન ધારણ કરનારા મનુષ્યને રીક્ષા આપનારા તીર્થકર, ગણધર, કેવળી કે અન્ય કોઈપણ પૂજ્યપુરુષ હોય તે તેઓ ભવિષ્યની પ્રમત્ત દશાને જાણીને અને સમજીને જ દીક્ષા આપે છે એમ માનવું જ જોઈએ, અને એ જ કારણથી શ્રીદશવૈકાલિક અને આચારાંગસૂત્રમાં સાધુઓને ઉપદેશ કરતાં સૂત્રકારમહર્ષિએ પ્રવજ્યા લેતી વખતના પ્રવજ્યાસ્થાનને - સાચવી રાખવાનું ફરમાવે છે.