________________
૫૦
આગમોત જગતમાં ઉત્તમ ગણાતી છતાં પણ તે આત્મભરીપણાના દેષથી સર્વત્ર વ્યાપ્ત છે, ત્યારે આ તીર્થંકરપણાની અદ્ધિ કે જે ચક્રવર્તી પણની ઋદ્ધિ અને મહત્તા કરતાં અનંતગુણ અધિક છે, છતાં તેમાં ફળકાળે પણ આત્મભરિપણાની ગંધ સરખી નથી, અને તે પ્રાતિહાર્ય અને અતિશયના કરનારા દેવદાનવે તે પૂજા-માન્યતા વિગેરે જે કરે છે, તે પણ જગતના જીવને નિર્ગથે પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરૂચિ વધે તે હેતુથી જ કરે છે. કેઈ પણ દેવ કે દાનવે ત્રિલેકનાથ તીર્થંકરની પૂજા માન્યતા કે પ્રાતિહાર્ય કે અતિશયે તીર્થકર ભગવાનના પિતાના ભંગ માટે કરેલા નથી. અર્થાત્ દેવદાનએ કરાતી પૂજા-માન્યતારૂપ ઋદ્ધિ તીર્થકરોની ગણાય છતાં તે કુક્ષિરિતાવાળી તે નહિં પણ જગતના જીને કેવળ પ્રતિબોધના સાધન તરીકે ઉપગવાળી હોય છે. શ્રી તીર્થકરેની અદ્ધિની વિશેષતા
ઉપર જણાવેલા પ્રાતિહાય અને અતિશમાં આત્મભરિસ્વરૂપ દેષ ન હોવાથી જ ભગવાન તીર્થંકર દેવતાઓએ રચેલા સમવસરણમાં બિરાજી શકે છે, અને અતિશયે છતાં પણ નિર્દોષ રહી શકે છે. ચક્રવર્તી પણાની ઋદ્ધિ તે ભેગ વખતે આત્મભરિત્વ દેજવાળી છે, એટલું જ નહિ પણ કેટલીક વખત તે ચક્રવર્તી પણાના સાધનભૂત કર્મો બાંધતી વખતે પણ તે આત્મભરિત્વ દોષથી વ્યાપ્ત હેય છે આ હકીકૃત સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વ ભવના વૃતાંતે વિચારવાથી સ્પષ્ટ થાય તેમ છે. ત્રિલેકનાથ તીર્થંકરની ઋદ્ધિને અંગે તે પૂર્વે જણાવ્યા પ્રમાણે હેતુકાળ કે ફળકાળ બંનેમાંથી એક વખત આત્મભરિત્વને દેષ અંશે પણ હેત નથી, પણ હેતુકાળ અને ફળકાળ એ બંને વખતે પરોપકારના પરિપૂર્ણ પરાગથી મઘમઘી રહેલી હોય છે. મરીચિની દિક્ષાને હેતુ તે ઉપર જણાવેલી દષ્ટિએ કે બીજી કેઈપણ દષ્ટિએ પ્રસ્તુત પરોપકારનિરતતાના પ્રકરણમાં આ વસ્તુને વિચારતાં આ વાત સ્પષ્ટ થાય