________________
આગમત
થાય, તે તેનું તે પચ્ચખાણ કે ચારિત્ર દ્રવ્યપચ્ચખાણ કે દ્રવ્યચારિત્ર ગણાય છે. (જુઓ હારિભદ્રીય પ્રત્યાખ્યાનાષ્ટક)
આ અપેક્ષાએ ભગવાન ગઢષભદેવજી મહારાજે મરીચિને અને ભગવાન મહાવીર મહારાજાએ હાલિક, જમાલિ અને નંદિણજી વગેરેને આપેલી દીક્ષાઓ કાળાંતરે બાધિત હોવાથી દ્રવ્યદીક્ષાઓ ગણી શકાય, છતાં પણ તે મરીચિકુમાર વગેરેને તેવી કાલાંતરે બાધિત થનારી હેવાથી દ્રવ્યદીક્ષા તરીકે ગણતી દીક્ષાઓ ભગવાન યુગાદિદેવ વગેરે તીર્થંકરદેવોએ આપેલી છે, માટે તીર્થકર મહારાજાએ જે દીક્ષા આપે તે કાળાંતરે પણ અબાધિત રહે અને તેથી ભાવદીક્ષાજ હોય એ નિયમ રહેતું નથી.
આ સ્થાને જેઓ ભવિતવ્યતા અને ગુણવિશેષદર્શનની શાસ્ત્રમાં રહેલી પંક્તિઓને આગળ કરે છે, તેઓએ સમજવું જોઈએ કે ભવિતવ્યતા અને ગુણવિશેષદર્શન એ બે હેતુઓ ત્રિલેકનાથ તીર્થ કરની પ્રેક્ષાપૂર્વકારિતાના અંગે થતી શંકાના સમાધાનને અંગેજ ઉપયોગી છે, પણ તે ભવિતવ્યતા અને ગુણવિશેષદર્શન એ બંનેમાંથી એક પણ વસ્તુ તે નંદિષણ આદિકના દ્રવ્યચારિત્રપણાને ખસેડવામાં અંશે પણ ઉપયોગી થાય તેમ નથી.
ભવિતવ્યતા અને ગુણવિશેષદર્શન એ બે હેતુએ કેઈપણ સ્થાને શ્રી જિનેશ્વર મહારાજાએ કે ગણધર મહારાજાએ પ્રતિપાદન કરેલા નથી, કેમકે તેમણે પ્રતિપાદન કરેલા સૂત્રમાં માત્ર તે જમાલિ વિગેરેના ચરિત્રના વર્ણનને જ પ્રસંગ છે અને તેવા વર્ણન પ્રસંગમાં પ્રેક્ષાપૂર્વકારિતાને અંગે શંકાને સ્થાન ન હોય પણ વ્યાખ્યાકારેએ વ્યાખ્યા કરતાં તેવી શંકા સ્વતંત્રપણે પણ ઉઠાવીને તેને સમાધાનની જરૂર સમજી હેય, તે સ્વાભાવિક છે.
આ ઉપરથી કદાચ કેઈએમ સમજી નિશ્ચિત પડવાવાળાઓને પણ દીક્ષા દઈ જ દેવી પરંતુ એમ સમજવાની ઉતાવળ કરવી નહિ, પણ એટલું તે નિશ્ચિત સમજવું કે નિશ્ચિત પ્રતિપાત વાળાને પણ અપાએલી દીક્ષા મોક્ષના બીજને થાપનારી છે અને તે ગુણવિશેષને